Gujarat's Kabaddi player: Friend forcibly enjoys physical pleasure after drinking alcohol
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતની કબડ્ડી પ્લેયર પર દુષ્કર્મ: દારૂ પીવડાવી મિત્રએ જબરદસ્તી શરીરસુખ માણ્યું, આખરે મોત વ્હાલું કર્યું

ગુજરાતની કબડ્ડી પ્લેયર પર દુષ્કર્મ: દારૂ પીવડાવી મિત્રએ જબરદસ્તી શરીરસુખ માણ્યું, આખરે મોત વ્હાલું કર્યું

 | 2:33 pm IST
  • Share

ગુજરાતમાં કબડ્ડી રમનાર આશાસ્પદ યુવતીને પાર્ટીના બહાને દારૂ પીવડાવી દુષ્કર્મ આચરતા આઘાતમાં સરી પડી છે. યુવતીએ સવારે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. યુવતી સાથે આગલી રાત્રે કેવો શરમ નાક ખેલ ખેલાયો એ જાણી આપનું કાળજું પણ કંપી શકે છે.

કબડ્ડી રમતી 19 વર્ષીય યુવતિએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે પોલીસે એક તબક્કે આપઘાત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો, પણ શંકા ઉપજાવતી એક વાત પોલીસ અધિકારીના ધ્યાને આવતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો હતો. યુવતિના મૃતદેહની પોલીસે તબીબી તપાસ કરાવતા તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનુ બહાર આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરતા આખરે બે નરાધમોને દબોચી લેવામાં આવ્યાં હતા.

આ ઘટનાની વિગત એવી છે કે, 19 વર્ષીય દિપ્તી (નામ બદલ્યું છે) શહેરના કોજન્ટ કોલ સેન્ટરમાં કામ કરતી હતી. કોલ સેન્ટરમાં કામ કરતી દિપ્તીને સહકર્મી યુવકો સાથે મિત્રતા બંધાઇ હતી. દિપ્તી અંદાજીત 9 મહિનાથી સુભાનપુરા સ્થિત પી.જીમાં રહેતી હતી. ગત તા. 8 જૂનના રોજ દિપ્તી તેના રૂમ પર હતી, ત્યારે તેની એક મિત્ર મળવા માટે રૂમ પર આવી હતી. બપોરના સમયે તેઓ સાથે જ રૂમ પર હતા. તેવામાં સાંજે 5 વાગ્યાની આસપાસ દિશાંત કહાર અને નઝીમ, જેઓ દિપ્તીના સહકર્મી હતા બન્ને પણ રૂમ પર આવ્યાં હતા.

આરોપીઓની તસવીર

થોડા સમય બાદ દિપ્તીની મિત્ર તેના રૂમ પરથી નિકળી ગઇ હતી. બાદમાં નઝીમ અને દિશાંત પણ નિકળી ગયા હતા અને થોડા સમય બાદ બન્ને દારૂની બોટલ લઇ દિપ્તીના રૂમ પર પહોંચ્યાં હતા. જ્યાં નઝીમ, દિશાંત અને દિપ્તીએ દારૂની મહેફીલ માણી હતી. દરમિયાન દિપ્તી નશામાં હોવાથી દિશાંતે બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સમયે રૂમમાં હાજર નઝીમ પણ તેની મદદગારી કરવામાં લાગ્યો હતો.

દરમિયાન 7:30 વાગ્યાની આસપાસ દિપ્તીનો બોયફ્રેન્ડ સુમંતો ત્યાં પહોંચ્યો હતો. જ્યાં દિપ્તી, નઝીમ અને દિશાંતને નશાની હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યો હતો. સુમંતો આવી પહોંચતા દિશાંત અને નઝીમ ત્યાંથી નિકળી ગયા હતા. દિપ્તી ભાનમાં આવતા તેણીએ બોયફ્રેન્ડને પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. જોકે દિપ્તીની હાલત એટલી ગંભીર હતી કે, તે ઉભી પણ રહીં નહોતી શકતી.

દિપ્તીની હાલત જોઇ બોયફ્રેન્ડ સુમંતોએ તાત્કાલીક તેના પિતાને જાણ કરી રૂમ પર બોલાવી લીધા હતા. જોકે રૂમ પર દિકરીને પીડાતી જોઇ પિતાને પણ હોંશ ઉડી ગયા હતા. પરંતુ સમાજની ચિંતા કરતા પરિવારે સમગ્ર મામલે ચુપ્પી સાધી રાખી અને આખરે આઘાતમાં સરી ગયેલી આપઘાત કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન