Hamilton wins Formula One in Zverev, Germany
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • જર્મનીના જ્વેરેવની ટેનિસમાં ફોર્મ્યુલા વનમાં હેમિલ્ટનની જીત

જર્મનીના જ્વેરેવની ટેનિસમાં ફોર્મ્યુલા વનમાં હેમિલ્ટનની જીત

 | 4:09 am IST
  • Share

યુનાઈટેડ આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ અને  T-20 વર્લ્ડ કપનો લાંબો સમયગાળો પૂર્ણ થયા બાદ પાડોશી કતારના દોહામાં યોજાયેલી ફોર્મ્યુલા વન કતાર ગ્રાં પ્રી મર્સિડીઝના લૂઈસ હેમિલ્ટને જીતી લીધી છે. જ્યારે ટેનિસમાં જર્મનીના એલેકઝાન્ડર જ્વેરેવે ઈટાલીના ટયૂરિનમાં એટીપી ફાઈનલમાં જીત મેળવી છે.

ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનથી ફાઈનલ સુધી પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમનો યજમાન ભારત સામેની ત્રણેય ટ્વેન્ટી-20 મેચમાં પરાજય થયો છેરોહિત શર્માના કપ્તાનપદ અને રાહુલ દ્રવિડના કોચપદે ભારતે શુભ શરૂઆત કરી છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફાઈનલ મેચ પણ યાદગાર બની ગઈ. જેમાં કર્ણાટક સામેની ફાઈનલમાં છેલ્લા બોલે જીત માટે પાંચ રનની જરૂર હતી ત્યારે શાહરુખ ખાને સિક્સર ફટકારી તામિલનાડુને જીત અપાવી હતી. જમ્મુકાશ્મીરના અલ્પાઈન સ્કીયર આરીફ ખાન 2022 બૈજિંગ વિન્ટર ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થયા.

ઓસ્ટ્રેલિયામાં લૉકડાઉન થતા ડેવિસ કપની ફાઈનલમાં પ્રેક્ષકો માટે નો એન્ટ્રી જાહેર થઈ છે. આઈસીસી વનડે રેન્કિંગમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે.   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો