hardik pandya fiance natasha stanovich photos raising temperatures
  • Home
  • Featured
  • PHOTOS: હાર્દિક સાથે સગાઈ પછી પહેલી વાર નતાશાનો ફોટો ફેન્સને ગમ્યો, કહ્યું-ભાભી તો ભાભી છે!

PHOTOS: હાર્દિક સાથે સગાઈ પછી પહેલી વાર નતાશાનો ફોટો ફેન્સને ગમ્યો, કહ્યું-ભાભી તો ભાભી છે!

 | 6:21 pm IST

હાર્દિક પંડ્યા સાથે સગાઈ બાદ લગાતાર સોશિયલ મીડિયા પર અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનોવિક ચર્ચામાં છે. તે અવાર નવાર ફોટો અપલોડ કરતી રહે છે. પરંતુ તે એટલી જ ટ્રોલ થતી રહે છે. પરંતુ આ વખતે તે ફોટો અપલોડ કર્યો એ ફેન્સને ગમ્યો અને વખાણ કર્યા છે. નતાશાએ કાળા ટિશર્ટમાં એક ફોટો અપલોડ કર્યો છે. જેમાં તેને મીડિયમ મેકઅપ અને ખુલ્લા વાળા લોકોને પસંદ પડી રહ્યા છે.

લોકોએ આ ફોટો શેર પણ કર્યો છે. સગાઈ પછી પહેલી વાર નતાશાનો આવો અવતાર લોકોને ગમ્યો અને કોઈએ ટ્રોલ નથી કરી. કારણ કે આ પહેલા જ્યારે નતાશાએ હાર્દિક સાથે ફોટો અપલોડ કર્યો ત્યારે લોકોએ ભારે ઠેકડી ઉડાડી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારથી નતાશાની પંડ્યા સાથે સગાઈ થઈ ત્યારથી લોકો તેને ટ્રોલ જ કરી રહ્યા છે. હાલમાં જુઓ અહીં અભિનેત્રીના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન