Hardik Pandya Option Team India Venkatesh Iyer T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • આ ધાકડ ખેલાડી ટીમ ઈન્ડિયામાં હાર્દિકની કમી કરશે પૂરી

આ ધાકડ ખેલાડી ટીમ ઈન્ડિયામાં હાર્દિકની કમી કરશે પૂરી

 | 5:27 pm IST
  • Share

  • IPL 2021માં કર્યું શાનદાર પ્રદર્શન

  • તોફાની બેટિંગ અને ઘાતક બોલિંગમાં માહેર ખેલાડી

  • KKRની ફાઇનલ સુધીની સફરમાં રહી મહત્વની ભૂમિકા

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જો હાર્દિક પંડ્યા જલ્દીથી બોલિંગ શરૂ નહીં કરે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના સ્થાને અન્ય ઓલરાઉન્ડરને તક આપવાનું વિચારી શકે છે. IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ઓપનર વેંકટેશ અય્યરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તોફાની બેટિંગ સિવાય વેંકટેશ અય્યર ઘાતક બોલિંગમાં પણ માહેર છે.

ઓલ રાઉન્ડર છે આ ખેલાડી

વેંકટેશ અય્યરે IPL 2021ની 10 મેચમાં 128.47 ની સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે. જમણા હાથની ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરનો બોલર તરીકે ટી20માં રેકોર્ડ શાનદાર છે. વેંકટેશ અય્યરે ઓવરઓલ ટી20 ક્રિકેટની 48 મેચોમાં 24 વિકેટ લઈ ચુક્યા છે. વેંકટેશ અય્યરે 10 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7 અને 24 લિસ્ટ A મેચમાં 5.50 ની ઇકોનોમીથી 10 વિકેટ લઈ ચુક્યા છે. વેંકટેશ અય્યરે પોતાના શાનદાર પ્રદર્શનથી બતાવ્યું કે તે હાર્દિક પંડ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

KKRની ફાઇનલ સુધીની સફર

જણાવી દઈએ કે બાયો-બબલમાં કોરોનાના કેસ બાદ આ વર્ષે મે મહિનામાં આઈપીએલ મુલતવી રાખવી પડી હતી. તે સમયે કેકેઆરની ટીમ સાતમા સ્થાને હતી. પરંતુ ઇઓન મોર્ગનની આગેવાની હેઠળની ટીમે યુએઈ સ્ટેજમાં શાનદાર રમત રમીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. શુક્રવારે કેકેઆર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે 27 રનથી હર્યું હતું.

વેંકટેશ અય્યરની મહત્વની ભૂમિકા

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2021માં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલ સુધી પહોંચ્યું હતું. કોલકાતાના આ શ્રેષ્ઠ પ્રદર્શનમાં 27 વર્ષીય ઓપનર વેંકટેશ અય્યરે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે યુએઈ લેગમાં ડેબ્યુ કરતા પોતાની છાપ છોડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો