Harmeet Singh's mother Paramjit Kaur dies due to corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર ક્રિકેટરની માતાનું કોરોનાથી નિધન

ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર ક્રિકેટરની માતાનું કોરોનાથી નિધન

 | 5:02 pm IST
  • Share

ખતરનાક મહામારી કોરોના વાયરસ(Coronavirus)ની બીજી લહેરથી દરેક લોકો ભયમાં છે. ફરી એકવાર, આ રોગચાળાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં કડક નિયમો લાદવામાં આવ્યા છે. દેશભરમાં ફરી એકવાર લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દરરોજ આ રોગચાળાથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. હવે કોરોના વાયરસને કારણે ભારતીય બોલરની માતાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જેના કારણે આખું ક્રિકેટ જગત શોકમાં ગરકાવ છે.

ભારતને 2012માં અંડર19 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્પિનર ​​હરમીત સિંહની માતા પરમજીત કૌર કોરોનાને કારણે વિશ્વને અલવિદા કહી દીધુ છે. એક અહેવાલ મુજબ, રાજસ્થાન રોયલ્સ વતી આઈપીએલ રમનાર હરમિતે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ ઈન્જેક્શનની પણ અપીલ કરી હતી.

હરમીતસિંહે 31 ફર્સ્ટ ક્લાસ, 19 લિસ્ટ એ અને 7 ટી20 મેચ રમી હતી. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 87, લિસ્ટ એ માં 21 અને ટી-20માં 3 વિકેટ ઝડપી છે. હરમિતે 2009માં હિમાચલ પ્રદેશ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ તરફથી ડેબ્યૂ કર્યું હતું. જો કે બાદમાં તેણે ત્રિપુરા તરફથી રમવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રિપુરા સામે અસમ માટે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેણે 11 એપ્રિલ 2013ના રોજ પૂણે વોરિયર્સ સામે રાજસ્થાન રોયલ્સ તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી અને તેની પ્રથમ મેચમાં તે રોસ ટેલરને તેનો શિકાર બનાવવામાં સફળ રહ્યો હતો.

આ વીડિયો પણ જૂઓ: CM યોગી આદિત્યનાથ કોરોના પોઝીટીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન