Haryana Chief Minister Manohar Lal Khattar called the farmers for talks
  • Home
  • India
  • હરિયાણા સરકારની પહેલથી ખેડૂત આંદોલન ખતમ થવાના સંકેત

હરિયાણા સરકારની પહેલથી ખેડૂત આંદોલન ખતમ થવાના સંકેત

 | 6:30 pm IST
  • Share

  • જ્યાં સુધી MSP અંગે કાયદો નહીં બને ત્યાં સુધી આંદોલન ચાલશે: ખેડૂતો

  • ખેડૂતો નેતાઓ મૃતક ખેડૂતોના પરિજનોને વળતર આપવાની માગ કરી રહ્યા છે

  • કેન્દ્ર સરકારે MSP અંગે વાત કરવા 5 ખેડૂત આગેવાનોના નામ માગ્યા છે

હરિયાણાની ભાજપની આગેવાની હેઠળની સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર આપવાની પહેલ કરી છે. આ ઉપરાંત આંદોલન દરમિયાન જે ખેડૂતો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમની સામેના કેસ પાછા ખેંચવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આ માહિતી આપી છે.

આટલું જ નહીં, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કોલ પર ખેડૂત નેતાઓની એક ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેમને મળવા ચંદીગઢ પહોંચી છે. ચઢૂનીએ કહ્યું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે અમને ખેડૂતો પર નોંધાયેલા કેસ વિશે વાત કરવા માટે બોલાવ્યા છે. આ ઉપરાંત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના વળતર અંગે પણ વાત કરવામાં આવશે.

આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માગ

તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા છે. જો કે, આ જાહેરાત પછી પણ, ખેડૂત સંગઠનોએ MSP એક્ટ સહિત 6 માંગણીઓ મૂકી હતી અને આંદોલન સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો હતો. આ માંગણીઓમાં આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા જેવી માંગણીઓ હતી.હવે જો ખટ્ટર સરકાર વળતર અને કેસ પાછા ખેંચવાનો નિર્ણય લે છે, તો બંને પક્ષો વચ્ચેની સમજૂતી અંગે આ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. આટલું જ નહીં આંદોલન ખતમ થવાની આશા પણ વધી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો