Headline On 7th April 2020 Till 6pm
  • Home
  • Gujarat
  • [email protected]: ગુજ.નાં સરકારી કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, શેર માર્કેટમાં જબ્બર તેજી

[email protected]: ગુજ.નાં સરકારી કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત, શેર માર્કેટમાં જબ્બર તેજી

 | 5:48 pm IST

ગુજરાત સરકારે કોરોના સામે લડતાં સરકારી કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. કોવિડ 19માં કામગીરી સંભાળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોનાના ચેપના કારણે મૃત્યુ થાય તો તે કર્મચારીના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. પાટણમાં કોરોનાને કારણે 45 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ એક મહિલાનું મોત નિપજ્યું હતું. આમ રાજ્યમાં કોરોનાને કારણે મોતનો કુલ આંક 14 થઈ ગયો છે. દેશમાં 14 એપ્રિલ સુધી જાહેર 21 દિવસનાં લોકડાઉનને લઇને જોરદાર સસ્પેન્સ બન્યું છે. શું આ લૉકડાઉન વધશે આને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખબર છે કે કોરોના વાયરસનાં કારણે દેશમાં જાહેર 21 દિવસનું લોકડાઉન વધારવામાં આવશે. કોરોનાની દહેશત વચ્ચે ભારતીય શેર માર્કેટમાં આજે શાનદાર તેજી જોવી મળી છે. મંગળવારે સેન્સેક્સમાં 2,500થી વધુનો ઉછાળો જોવા મળ્યો, સહિતનાં મહત્વનાં સમાચાર.

વધુ વાંચવા ક્લિક કરો-1: રાજ્યના સરકારીકર્મીઓ માટે મહત્વની જાહેરાત, કોરોનાથી મૃત્યુ થશે તો 25 લાખ રૂ.ની સહાય

ગુજરાત સરકારે કોરોના સામે લડતાં સરકારી કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. કોવિડ 19માં કામગીરી સંભાળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોનાના ચેપના કારણે મૃત્યુ થાય તો તે કર્મચારીના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આ માહિતી આપી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-2: કાળ કોરોનાઃ પાટણ અને સુરતમાં એક-એક વ્યક્તિનાં મોત, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 14 થયો

ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડાએ વધુ બે વ્યક્તિનો જીવ લઈ લીધો છે. પાટણમાં કોરોનાને કારણે 45 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો સુરતમાં પણ એક મહિલાનું મોત નિપજ્યું હતું. આમ રાજ્યમાં કોરોનાને કારણે મોતનો કુલ આંક 14 થઈ ગયો છે. તો ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 165 થઈ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: 14 એપ્રિલથી લાંબા સમય માટે વધશે લોકડાઉન! કેન્દ્ર સરકાર કરી રહી છે વિચાર

દેશમાં 14 એપ્રિલ સુધી જાહેર 21 દિવસનાં લોકડાઉનને લઇને જોરદાર સસ્પેન્સ બન્યું છે. શું આ લૉકડાઉન વધશે આને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખબર છે કે કોરોના વાયરસનાં કારણે દેશમાં જાહેર 21 દિવસનું લોકડાઉન વધારવામાં આવશે. સરકારનાં ટોચનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની અપીલ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: કોરોના સામે લડવામાં સોનિયા ગાંધીની PM મોદીને 5 સલાહ, એક જ ઝાટકે આવશે કરોડો રૂપિયા

ભારતમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે અને સરકાર તરફથી મહામારીને પહોંચી વળવા માટે ઘણા મોટા નિર્ણયો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષનાં નેતાઓ સાથે ફોન પર વાત કરી અને કોરોના સામે લડવા માટેનાં મંતવ્યો માંગ્યા. હવે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કેટલીક સલાહ આપી છે, જેના પર તરત જ અમલ કરવાની અપીલ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: બિલ ગેટ્સના પૈસે અમેરિકાએ કરી બતાવી કમાલ, ટુંક સમયમાં જ કોરોના વાયરસના સફાયો!

દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસનો નાશ કરવા માટે વૈજ્ઞાનિક વેક્સિન તૈયાર કરવા પર રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. અમેરિકાની એક કંપનીએ માર્ચ મહિનાના મધ્યમાં જ કોરોના વેક્સીન પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે વધુ એક પેંસિલ્વેનિયા બાયોટેક નામની કંપનીએ પણ કોરોના વાયરસનું પરિક્ષણ શરૂ કરી દીધું છે. ઈનોવિયો ફાર્માસ્યૂટિકલ્સ તરફથી તૈયાર કરવામાં આવેલી વેક્સિનને અમેરિકાના ફૂડ એંડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી દીધી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6: દુનિયા માટે આવ્યા વધુ એક ડરામણા સમાચાર, કોરોના માણસના શરીરમાં છુપાઈ રહે છે!

ચીનના પાડોશી એવા નાનકડા દેશ દક્ષિણ કોરિયાની કોરોનાના ફેલાવવાની રીતને લઈને દુનિયા આખીમાં વાહવાહી થઈ રહી છે. પરંતુ અહીંથી એક ચિંતાજનક બાબત પણ સામે આવી છે. અહીં કોરોના વાયરસથી સાજા થયેલા 51 લોકોમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7: કોરોનાના કહેર વચ્ચે માર્કેટમાં ફૂંકાયો તેજીનો પવન, સેન્સેક્સ 2,527 અંક ઉછળ્યો, નિફ્ટી 8,800 નજીક સેટલ

કોરોનાની દહેશત વચ્ચે ભારતીય શેર માર્કેટમાં આજે શાનદાર તેજી જોવી મળી છે. મંગળવારે સેન્સેક્સમાં 2,500થી વધુનો ઉછાળો જોવા મળ્યો. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 2,476 પોઈન્ટ અથવા 8.97 ટકા કૂદીને 30,067 નજીક જ્યારે નિફ્ટી 50 આંક પણ અંતિમ સેશનમાં 708 અંક અથવા 8.76 ટકા ઉછળીને 8,792 નજીક સેટલ થયા છે. જ્યારે આ પહેલા ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2,527 પોઈન્ટ ઉંચકાયો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-8: હથિયાર હેઠા મૂક્યા છે પણ તેને ચલાવવાનું હજી ભૂલ્યો નથી: વિરેન્દ્ર સહેવાગ

કોરોના વાયરસના ખૌફ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ આ મુશ્કેલ સ્થિતિથી લડવા માટે લોકોને પોતાની રીતથી હિમ્મત આપી રહ્યા છે. કોરોના વાયરસના કહેર વચ્ચે વીરેન્દ્ર સહેવાગે એક મજેદાર ટ્વીટ કરતા દેશવાસીઓને આ ભયંકર બીમારીથી બચવાનો સંદેશ આપ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: દુનિયા આ લેખિકાની ટેકનીક સાંભળી સ્તબ્ધ! કહ્યું-મને હતાં કોરોનાના લક્ષણ, આ રીતે હંફાવી દીધાં

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વને જબરદસ્ત નુકસાન થયું છે. આ વાયરસથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો કામ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આ વાયરસ માટે કોઈ નક્કર દવા કે રસીની શોધ થઈ શકી નથી. જો કે, હેરી પોટરની લેખિકા જે.કે. રોલિંગે પોતાના પર વીતેલી આપવીતીની મદદથી કહ્યું છે કે, એક ટેકનીક ઘણા લોકો માટે કામ કરી શકે છે. પોતાની એક ટ્વિટમાં તેણે કહ્યું છે કે, તેને કોરોના વાયરસના લક્ષણો હતાં. પરંતુ હવે શ્વાસ લેવાની વિશેષ ટેકનીકને કારણે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: કોવિડ19 ટ્રેકિંગ એપ્લિકેશનથી લઈને ચેટબોટ સુધીની, આ કોરોના સંબંધિત સરકારી સેવાઓ

દેશમાં કોરોનાવાયરસના હુમલાનો સામનો કરવા માટે બંને કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના પોતાના સ્તરની લડત લડી રહી છે, જેમાં સ્માર્ટફોન એપ્લિકેશન ચેટબોટની રજૂઆત શામેલ છે. આમાંની કેટલીક સેવાઓ ઘરની સગવડતામાં મૂકાયેલા લોકોને ટ્રેક કરશે. તો કોરોનાથી સંબંધિત નકલી સમાચારો જાહેર કરવાથી સામાન્ય લોકોને મદદ મળશે. ચાલો જાણીએ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એપ્સ વિશે…

વધુ વાંચવા ક્લિક કરો-11: આ 4 રાશિઓના જાતકો નથી થતા ક્યારેય નિષ્ફળ, શું તમારી રાશિ છે આમાં?

જ્યોતિષમાં તમામ 12 રાશિઓમાં કોઈને કોઈ ખાસ વાત જરૂર હોય છે. અને તમામ રાશિઓના લોકોમાં કોઈને કોઇ ખુબીઓ રહેલી હોય છે. આજે આપણે વાત કરીએ સફળતાની તો એવી કોણ વ્યક્તિ હોય જેને સફળ ન થવુ હોય તો આજે આપણે આવી રાશિ અંગે વાત કરીશુ. શું તમે જાણો છો નવ ગ્રહોમાં સર્વાધિક ક્રૂર અને ઉગ્ર ગ્રહ શનિ અને મંગળના સ્વામિત્વવાળી રાશિઓના જાતકો જીવનમાં વધારે સફળતા પ્રાપ્ત કરે છે. શનિ અને મંગળ ગ્રહ આ રાશિઓના જાતકોને નોકરી વેપારમાં પ્રગતિ અપાવે છે આ રાશિના જાતકો ક્યારેય નિષ્ફળ થતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન