Headlines at 03 pm on 11th June 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • [email protected]: શું ઉત્તર પ્રદેશમાંથી બનશે વધુ એક રાજ્ય? ગુજરાતમાં વરસાદને લઈને આગાહી

[email protected]: શું ઉત્તર પ્રદેશમાંથી બનશે વધુ એક રાજ્ય? ગુજરાતમાં વરસાદને લઈને આગાહી

 | 2:49 pm IST
  • Share

આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપ નેતૃત્વ ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને અલગ પૂર્વાંચલ રાજ્ય બનાવવા પર વિચાર કરી રહ્યું છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે એકવાર ફરી કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. બીજા ડોઝની ગેપ 2 વાર વધારી દેવામાં આવી, પરંતુ આ વખતે આ ગેપ ઘટાડવામાં આવી છે, સહિતના મહત્વના સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: આગામી 5 દિવસ ભારે! સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો અ’વાદમાં ક્યારે આવશે?

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 15 જૂને વરસાદની આગાહી કરી છે. કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદ કલેક્ટરનું રસીકરણને લઈ જાહેરનામું, હોટેલ-લારીવાળા સહિતનાં સુપરસ્પ્રેડર માટે લાગુ કરાયો આ નિયમ

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે. અને હાલમાં અમદાવાદમાં કોરોનાનાં કેસો 100થી નીચે નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર નબળી પડતાં જ સરકાર દ્વારા અનલોકમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે ફરીથી અમદાવાદમાં હોટેલ, લારી, ફેરિયા સહિતની ધંધાકીય પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. પણ અમદાવાદના સુપર સ્પ્રેડર માટે કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઓછું કર્યું, જાણો કોને મળશે પ્રાથમિકતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે એકવાર ફરી કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. બીજા ડોઝની ગેપ 2 વાર વધારી દેવામાં આવી, પરંતુ આ વખતે આ ગેપ ઘટાડવામાં આવી છે. આ ફક્ત એમના માટે છે જેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. નવી ગાઈડલાઈન બાદ હવે કેટલીક શ્રેણી માટે 84 દિવસની રાહ જોવાની જરૂરિયાત નથી. હવે 28 દિવસ બાદ પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે. જો કે કોવેક્સિન માટે બે ડોઝની વચ્ચેનું અંતર અત્યારે પણ 28 દિવસ જ છે. તેમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

વધુ વાંચવા કરો ક્લિક-4: ઉત્તર પ્રદેશના ફાડિયા કરી 2 રાજ્ય બનાવવાની તૈયારી! શું એટલે યોગી-મોદી-શાહની ધડાધડ બેઠકો?

છેલ્લા કેટલાક દિવસથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની વચ્ચે બધુ બરાબર ના હોવાની અટકળો ચાલી રહી છે. રાજકીય ગલીઓમાં આનું કારણ ઉત્તર પ્રદેશમાં નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટ વિસ્તરણ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આની પાછળ એક બીજી કહાની પણ સામે આવી રહી છે. સૂત્રો પ્રમાણે આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપ નેતૃત્વ ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને અલગ પૂર્વાંચલ રાજ્ય બનાવવા પર વિચાર કરી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કોરોના: ભારતના વેક્સિનેશન અભિયાનને અમેરિકાએ આપ્યો ઝાટકો, કોવેક્સિન પર લીધો સખ્ત નિર્ણય

ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન એકવાર ફરી ચર્ચામાં છે. કોવેક્સિનને અમેરિકાએ ઇમરજન્સી ઉપયોગની મંજૂરી નથી આપી. આ ભારત માટે ઝાટકો છે, કેમકે કોવેક્સિન સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી પણ આની માન્યતા મેળવવા માટે અરજી કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આના ઇમરજન્સી ઉપયોગના અનુરોધને ઠૂકરાવ્યો છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય મેડિકલ સલાહકાર ડૉ. ફાઉચીએ વેક્સિનના પ્રભાવશાળી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6: બાપ રે! 138 કરોડમાં વેચાયો 1 સિક્કો, જાણો તેની ખાસિયત, તમારી પાસે છે આવો કોઇ Coin?

આજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જો તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને એક એવા સિક્કા અંગે જણાવીએ છીએ કે જેને ખરીદવા માટે 138 કરોડ રૂપિયાની બોલી લાગી.

વધુ વાંચવા કરો ક્લિક-7: ટીમ ઇન્ડિયામાં જગ્યા મળતા ગુજરાતી ખેલાડી થયો ભાવુક, કહ્યું- કાશ! આજે મારા પપ્પા જીવતા હોત

રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર્સ ચેતન સાકરિયાની ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. IPL 2021માં ચેતન સાકરિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેના દમ પર તેને આવતા મહિને શ્રીલંકા પ્રવાસ માટે ભારતની વનડે અને ટી-20 ટીમ માટે પસંદ કરાયો છે. આપને જણાવી દઇએ કે ચેતન સાકરિયાએ IPL 2021માં 7 વિકેટ લીધી. આ દરમ્યાન તેણે મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, કેએલ રાહુલ, નીતીશ રાણા જેવા ધુરંધરોને આઉટ કરવાની કમાલ કરી.

વધુ વાંચવા કરો ક્લિક-8: ક્યારેક ગેંગરેપના આરોપી સાથે હોટલમાં…તો ક્યારેક સંસદમાં વેસ્ટર્ન કપડામાં…વિવાદોનું બીજું નામ એટલે ‘નુસરત’

નૂસરત જહાં તેના કથિત લગ્નને કારણે ચર્ચામાં રહે છે. તેણે નિખિલ જૈન સાથે વિદેશી ધરતી પર વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા. હવે નુસરતે આ લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા છે, ત્યારબાદ તે યુઝર્સના નિશાના હેઠળ આવી છે. નુસરત જહાંનો જન્મ 8 જાન્યુઆરી 1990 ના રોજ બંગાળમાં થયો હતો. નુસરતે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010 માં મોડેલિંગથી કરી હતી. તે જ વર્ષે તે ફેર વન મિસ કોલકાતા બની. નુસરત જહાને 2011 માં તેની પહેલી બંગાળી ફિલ્મ શોત્રુ મળી હતી. નુસરત જહાં એક્ટ્રેસથી લઈને સાંસદ સુધી પણ સારી સફળ કરી છે. બંગાળની બસીરહાટ બેઠક પરથી ચૂંટણી લડનાર નુસરત જહાં 3.5 લાખ મતોથી જીતી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: શું ખરેખર કોરોના વેક્સિન લેનારા 15 કરોડ યૂઝર્સનો ડેટા થયો લીક? CoWin પ્લેટફોર્મ કેટલુ સુરક્ષીત

મંત્રાલય અને સુરક્ષા સંશોધનકારે ડેટા લીક થવાની આ ઘટનાને નકારી છે. પરંતુ આ મામલાની તપાસ કરાઈ હોવાનું જણાવાયું છે. CoWin પ્લેટફોર્મ દ્વારા, દેશમાં COVID-19 વેક્સિનનો સ્લોટ બુક કરવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: Photos: દેશની પહેલી સુપરમૉડલ છે ઉજ્જવલા રાઉત, મલાઇકા સાથે કેટ ફાઇટથી રહી ચર્ચામાં

ખૂબ જ સુંદર અને હોટ મૉડલ ઉજ્જવલા રાઉત આજે તેનો 43 જન્મદિવસ મનાવી રહી છે. ઉજ્જવલાનો જન્મ 11 જૂન 11978 ના રોજ મુંબઇમાં થયો હતો. ઉજ્જવલા તેની બોલ્ડ અને સુંદર સ્ટાઇલથી જાણીતી છે. તે ભારતની પ્રથમ મહિલા સુપરમોડલ્સમાંની એક છે જેણે રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટું નામ કમાવ્યું છે. તેણે ન્યૂયોર્ક અને ફ્રાન્સની ફેશન દુનિયામાં ડંકો વગાડ્યો છે. મુંબઈના દહિસર વિસ્તારમાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલી ઉજ્જવલા પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન