Health centers do not have corona test kits, Covid care centers do not have drugs like Fabiflu
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • આવી રીતે ગામડાં બચશે! ટેસ્ટ માટે કીટ નથી અને દર્દીઓ માટે ફેબિફ્લૂ દવા નથી

આવી રીતે ગામડાં બચશે! ટેસ્ટ માટે કીટ નથી અને દર્દીઓ માટે ફેબિફ્લૂ દવા નથી

 | 11:28 am IST
  • Share

ગામડામાં કેસો વધી રહ્યાના નિવેદનો સાથે થયેલું ‘મારૂ ગામ કોરોના મુક્ત’ અભિયાન હવે ‘કજિયા યુક્ત’ થઈ રહ્યુ છે. રાજ્યના અધિકાંશ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો અર્થાત PHC અને CHCમાં કોરોનાના નિદાન માટે રેપિડ એન્ટિજન કે RT- PCRની ટેસ્ટિંગ કિટ જ આવતી નથી. તેવામાં પોઝિટિવ રિપોર્ટ વગર જ સામાન્ય તાવ, ઉઘરસ કે શરદી ધરવાતા ગ્રામિણ નાગરિકોને ઘરમાંથી કોવિડ કેર સેન્ટરોમાં લઈ જવામાં પરીવાર અને સરપંચો વચ્ચે અને ગામોમાં કંકાસ વધ્યો છે. જો કોઈ જવા તૈયાર થાય તો પણ ત્યાં કોરોનાના ઉપચાર માટેની ફેબિફ્લૂ જેવી દવા જ હોતી નથી ! આ વિચિત્ર સ્થિતિમાં ઉદ્દધાટનના ફોટા સોશિયલ મીડિયામાં, સરકારી રેકર્ડમાં લટક્યા બાદ સેંકડો સેન્ટરોને તાળાં વાગી ચૂક્યા છે.

વડોદરા તાલુકાના સોખડા અને દશરથ એમ બે ગામમાં અનુક્રમે ૧૦ અને ૨૦ પથારીનું કેર સેન્ટર જિલ્લા વિકાસ અધિકારીએ ઊભું તો કરાવ્યું પણ ત્યાં આઈસોલેશનમાં કોઈ જ આવ્યુ નથી. ફરજ પરના શિક્ષકોએ નામ ન ગુપ્ત રાખવાની શરતે કહ્યુ કે, ”ઓક્સિજનની જરૂર વાળા દર્દી આવ્યા પણ અહી કંઈ જ ન હોવાથી તેમને વડોદરે લઈ જવાયા હતા. શુ સાચવાર કરવી તેની અમને ખબર પડતી નથી.

કમસેકમ નર્સિંગ સ્ટાફ તો હોવો જોઈએ ને ?” ગુજરાતમાં આઠ મહાનગરોને સમાવતા જિલ્લાઓ સિવાય ૪.૬૦ કરોડથી વધારે નાગરીકો ૨૫ જિલ્લાઓમાં રહે છે. સરકારી રિપોર્ટ મુજબ ૧૧મી મેની સવારે વિતેલા ૨૪ કલાકમાં ૧,૪૧,૨૦૩ ટેસ્ટ થયા છે. જેમાં ૨૫ જિલ્લામાં ૪૩,૩૬૮ એટલે કે કુલ ટેસ્ટના માત્ર ૩૦.૯૯ ટકા જ ટેસ્ટ થયા છે. જ્યારે મહાનગરો ધરાવતા ૮ જિલ્લાઓમાં ૯૭,૮૩૫ ટેસ્ટ થયા છે. જે કુલ ટેસ્ટના ૭૧.૦૮ ટકા થવા જાય છે. તેમાંય સૌથી વધુ સુરતમાં ૨૮.૪૪ ટકા ટેસ્ટ થયા છે.  અમરેલી તાલુકામાં CHC ધરાવતા કુકાવાવ ગામમાં મંગળવારે ટેસ્ટિંગની કિટ જ નહોતી. આવી જ સ્થિતિ ગાંધીનગરને અડીને આવેલા ગામોની છે. બોરિસણાના સરપંચ ગણપતસિંહ ઠાકોરે કહ્યુ કે, ટેસ્ટિંગ વગર કોરોનાની ખબર કેમ પડે ?

૫-૮ ગામ વચ્ચે આવેલા PHC, CHCમાં માંડ ૧૫-૨૦ કિટ આવે તો જે ગામમાં આરોેગ્ય કેન્દ્ર હોય ત્યાંના નાગરિકો જ ટેસ્ટ કરાવીને લે છે. એવામાં બીજા ગામના લોકો ક્યાં જાય ? દેહગામના હાલિસા ગામના સરપંચ ભરતભાઈ રબારીએ કહ્યુ કે, ” સેન્ટરમાં કોઈ દવા મળતી નથી. પછી કોણ દાખલ થાય ?  આઈસોલેશન તો ખેતરમાં પણ થાય જ છે ને ? ” મોટાભાગના ગામોમાં તલાટીઓ પાસે બેથી વધુ ગામોના ચાર્જ હોવાથી તેઓ પણ દેખાતા નથી. આ સ્થિતિ વચ્ચે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ર્્ડ્ઢં, ડ્ઢર્ડ્ઢં કાગળ ઉપર સેન્ટરો ચાલુ હોવાનો ડેટા ફરીને ગાંધીનગર મોકલવામાં મસ્ત હોવાથી ગ્રામિણ નાગરીકોને ટેસ્ટિંગ માટે વલખા પડી રહ્યા છે.

૪૦૦થી વધુ કેસો ધરાવતુ ચોગઠ ગામ એક ફાર્માસિસ્ટના ભરોસે

સફેદપોશ નેતાઓ દ્વારા કોવિડ કેર સેન્ટરોના ઉદ્દઘાટનોની પાછળ ગુજરાતનું વહીવટીતંત્ર પણ ફોટોજીવી થઈ ગયુ છે. ગુજરાતમાં પહેલાથી જ પુરતા  ડોક્ટરો નથી, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ડચકાખાઈ રહી છે ત્યારે ભાવનગરના ઉમરાળા તાલુકામાં ૪૦૦થી વધારે કેસો ધરાવતુ ચોગઠ ગામ એક ફાર્માસિસ્ટના ભરોસે કોરોના સામેની લડાઈ લડી રહ્યુ છે. એક તરફ સરકાર કોવિડ કેર સેન્ટરમાં ફેબિફ્લૂ જેવી દવા પણ આપી શકતી નથી ત્યાં ૭,૪૦૦ની વસ્તી ધરાવતા ચોગઠમાં દવાની દૂકાન ચલાવતા જીતુ નામના સ્થાનિક યુવાને ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરી છે.

એન્ટિજનની કિટ જોઈ પણ નથી, સરકાર કહે છે સેન્ટરમાં મોકલો

”અમારા ગામમાં ટેસ્ટ થતા નથી, તેના માટે ૪ ગામ વચ્ચે આવેલા ઠેબા ગામના PHCમાં જવુ પડે. અમે કોઈએ એન્ટિજનની કિટ જોઈ નથી. નસિબ હોય તો RT-PCR માટે સેમ્પલ લેવાય અને તેનો રિપોર્ટ પાંચ દિવસ પછી આવે છે, ત્યાં સુધી ગામનું કોઈ માને કે કોવિડ થયો છે ? હવે સરકાર કહે છે કે તેમને સેન્ટરમાં મોકલો. આ શક્ય નથી”

  • મહેશ આહિર, સરપંચ- હાપા, તા. જામનગર

ગામમા ને ગામમાં જ નહિ, ટેસ્ટને કારણે ગામ ગામ વચ્ચે ઝઘડાનું બી

”દવા, ઓક્સિજન કે નર્સિંગ સ્ટાફ નથી ત્યાં કોવિડ કેર સેન્ટરમાં કોઈ કોઈ ઘર છોડીને કેમ આવે ? આ સવાલોથી ગામમાંને ગામમાં જ સંઘર્ષ થાય છે. પાંચ ગામ વચ્ચે એક આરોગ્ય કેન્દ્ર બલોલમાં છે, ત્યાં ૧૦-૧૨ ટેસ્ટિંગ કિટ આવે એટલે બલોલમાં જ પુરી થઈ જાય એટલે ત્યાં પાંચ ગામ વચ્ચે ટેસ્ટના મુદ્દે ઝઘડાનું બી રોપાય, આ સ્થિતિ છે”

  • રોહિત પટેલ, સરપંચ- હિંગળાજપુરા, તા.મહેસાણા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન