• આજકાલ કૅન્સરના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે
  • યુવાનો અને મહિલાઓમાં કૅન્સર વધુ જોવા મળે છે
  • જીવનશૈલીને લઈ બદલાવ ખૂબ જરૂરી

દુનિયાભરમાં કૅન્સરથી મોત મુખ્ય કારણોમાંથી એક છે. દર વર્ષે અનેક લોકો આની સારવાર લઈ રહ્યા છે. જો કે આ સાવ અસાધ્ય બિમારી નથી. કેટલીક વાતોનું ઘ્યાન રાખીને આની બચી શકાય છે. તો જાણો હેલ્થ એક્સપર્ટથી જાણીએ આનાથી બચવાની રીત અંગે...

આજકાલ કૅન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં કૅન્સર ઝડપથી વધી રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણી જીવનશૈલી સાથે જોડાયેલી બેદરકારી પણ કૅન્સર વધવાનું કારણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સ્તન કૅન્સર, પ્રોસ્ટેટ કૅન્સર, ફેફસાના કેન્સર અને પેટના કૅન્સરના વધુ કેસ નોંધાયા છે. ડૉ. જ્યોતિકા જૈન, ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ, રેડિયેશન ઓન્કોલોજી, નારાયણ હોસ્પિટલ, ગુરુગ્રામ કહે છે કે નવી પેઢીમાં કૅન્સરના વધતા જતા કેસ વિશે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો ધૂમ્રપાન કરે છે, વેપ કરે છે અથવા આલ્કોહોલ પીવે છે તેમને કૅન્સરનું જોખમ વધારે છે. ચાલો જાણીએ ડૉ. જ્યોતિકા જૈન પાસેથી કેવી રીતે યુવાનોમાં કૅન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

 શારીરિક સક્રિય ન રહેવું

તબીબો અનુસાર વ્યસ્ત જીવનશૈલીને લીધે લોકો શારીરિક રૂપે સક્રિય નથી રહી શકતા. ભલે તે ઘર હોય કે ઓફઇસ, ફિઝિકલી એક્ટિવ ન રહેવાથી કૅન્સરનું જોખમ વધુ રહેતું હોય છે. જેથી નિયમિત રીતે તમારે ઓછામાં ઓછા અડધો કલાક કસરત કરવી ખૂબ જરૂરી છે. જેથી જો તમે જિમ ન જઈ શકતા હોવ તો સાયકલ ચલાવો, જોગિંગ અને પગપાળા ચાલતા રહો.

 ઈ-સિગારેટ પણ ખતરનાક

યુવાનોમાં આજકાલ ઈ-સિગારેટનો ટ્રેંડ ખૂબ ઝડપથી વધ્યો છે. ધ્રૂમ્પપાનની ટેવ છોડાવવા આનું પ્રચલન આવ્યું છે. ઈ-સિગારેટ પણ કૅન્સરના ખતરાને વધારે છે. આની કોઈલમાં નિકોટિન, ટિન, કોપર, લેડ અને ક્રોમિયમ જેવા ખતરનાક કેમિકલ મળ્યા છે. જેથી આ કોઈલ વપરાશ ઈ-સિગારેટના વેપરને ગરમ કરવા કરાય છે. જે ફેફસાના કૅન્સરનો ખતરો વધારે છે. તબીબોનું માનવું છે કે આનાથી પણ યુવાનો બંધાણી બની જતા હોય છે.

પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ

મળતી માહિતી અનુસાર ઓવનમાં જમવાનું ગરમ કરવા તમારે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિક ગરમ થઈ જતા એંડોક્રિન ડિસ્ટ્રકટિંગ નામની જીવલેણ કેમિકલને છોડે છે. જે ખાવાની સાથે શરીરમાં જાય છે અને આનાથી કૅન્સરનું જોખમ વધી જતું હોય છે.

  • Follow us on: