• ડેન્ગ્યૂ સંક્રમણ 4 અલગ સ્ટ્રેનના વાયરસથી ફેલાય છે
  • દર્દીમાં 3-7 દિવસમાં ગંભીર ડેન્ગ્યૂના લક્ષણો જોવા મળે છે
  • પેટમાં દુઃખાવો થવો, શ્વાસ ચઢવો, ઉલ્ટીમાં લોહી આવે તો થાઓ એલર્ટ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડેન્ગ્યૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડેન્ગ્યૂનો તાવ ડેન્ગ્યૂ વાયરસથી સંક્રમિત એડિઝ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યૂ તાવની ઝપેટમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ પણ આવે છે. તેના લક્ષણો સામાન્યથી લઈને ગંભીર પણ હોઈ શકે છે. ક્યારેક આ તાવ જીવલેણ પણ બને છે.

કયા છે ડેન્ગ્યૂના ઘાતક રૂપ


ડેન્ગ્યૂ સંક્રમણ 4 અલગ અલગ સ્ટ્રેનના વાયરસથી ફેલાય છે જેને સીરોટાઈપ કહેવાય છે. આ ચારેય અલગ અલગ રીતે એન્ટીબોડીને પ્રભાવિત કરે છે. સ્ટ્રેનના આધારે ડેન્ગ્યૂ ઘાતક રૂપ પણ લઈ શકે છે. જેમકે ડેન્ગ્યૂ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યૂ શોક સિન્ડ્રોમ. તેને ગંભીર ડેન્ગ્યૂ પણ કહેવાય છે. ડેન્ગ્યૂનું આ રૂપ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. ગંભીર ડેન્ગ્યૂ કોઈને પણ થઈ શકે છે. પરંતુ સૌથી વધારે ખતરો બાળકોને હોય છે. મળતી માહિતી અનુસાર શરૂઆતના લક્ષણો જાણીને તેની સારવાર કરી લેવાથી મૃત્યુદર એક ટકાથી પણ ઓછો રાખી શકાય છે.

ડેન્ગ્યૂ ખતરનાક બને ત્યારે જોવા મળે છે આ લક્ષણો

ડેન્ગ્યૂની શરૂઆત વધારે તાવ, માથું દુઃખવું, આંખમાં દર્દ, સાંધા અને માંસપેશીમાં દર્દ, થાક લાગવો, જીવ ગભરાવવો, ઉલ્ટી થવી, સ્કીન પર લાલ ચકામા થવા, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે દર્દીમાં 3-7 દિવસમાં ગંભીર ડેન્ગ્યૂના લક્ષણો જોવા મળે છે. જેમાં પેટમાં દુઃખાવો થવો, શ્વાસ ચઢવો, સતત ઉલ્ટીઓ થવી, ઉલ્ટીમાં લોહી આવવું, યૂરિનમાં લોહી આવવું, પેઢા અને નાકમાંથી લોહી આવવું, લિવરમાં તકલીફ થવી, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા અને બેચેનીનો અનુભવ થવો. આ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે.

ગંભીર ડેન્ગ્યૂ હોય તો...

દર્દીને સ્કીન અને શરીરના અન્ય ભાગમાં બ્લીડિંગ સ્પોટ થાય છે. આ સિવાય બ્લડ પ્લાઝમાથી સ્ત્રાવ થાય છે. આ સિવાય ફેફસા, લીવર કે હાર્ટને તકલીફ થાય છે. દર્દી બેભાન અવસ્થામાં પહોંચી જાય છે. ક્યારેક બ્લડ પ્રેશર પણ નીચે જતું રહે છે અને દર્દી શોકમાં જાય છે. આ સમયે તેના મોતની શક્યતા વધારે રહે છે. જેમને પહેલાથી કોઈ બીમારી હોય તેમને ડેન્ગ્યૂનો ખતરો વધારે રહે છે.


ગંભીર ડેન્ગ્યૂની સારવાર

આ બીમારીની કોઈ સીધી સારવાર નથી. તેનાથી પીડિત વ્યક્તિને આઈસીયૂમાં સારવારની જરૂર પડે છે. આ સિવાય પ્લેટલેટ ટ્રાસફ્યૂઝન, ઈન્ટ્રાવેનસ ફ્લૂઈડ અને ઓક્સીડન થેરાપીથી પણ દર્દીની સારવાર શક્ય છે. તેમાં મોડું કરવાથી અનેક અંગ ફેલ થઈ શકે છે અને ખતરો વધે છે.

સામાન્ય લક્ષણો સમયે આ રીતે કરો સારવાર

જો ડેન્ગ્યૂ વધારે ગંભીર નથી તો કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં આરામ કરવો. લોહીમાં પ્લેટલેટ્સની નિયમિત તપાસ જરૂરી છે. શરીરમાં પાણીની ખામી ન થવા દો અને વધારે પ્રમાણમાં લિક્વિડ લો. આ સાથે નારિયેળ પાણીનું સેવન પણ સારું રહેશે. આ પ્લેટલેટ્સ વધારવાનું કામ કરે છે. આ સિવાય ગિલોય, પપૈયું, કીવી, દાડમ, બીટ અને શાકને ડાયટમાં સામેલ કરો. ડોક્ટરના સંપર્કમાં રહો અને પ્લેટલેટ્સ ઘટે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. જરૂર પડે તો એડમિટ થવું યોગ્ય રહેશે.  

  • Follow us on: