• દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું
  • તીવ્ર ગરમીમાં હીટ સ્ટ્રોકનું જોખમ વધતા લોકો થાક અનુભવી રહ્યા છે
  • હોસ્પિટલોમાં આ સમસ્યાવાળા દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો 

દેશના અનેક વિસ્તારો હાલ કાળજાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીના કારણે લોકોને અનેક બિમારીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તીવ્ર ગરમીમાં હીટ સ્ટ્રોકનું જોખમ પણ વધી રહ્યું છે. આ ઉપરાંત કાળજાળ ગરમીના કારણે શરીરમાં નબળાઇ અનુભવી જેને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના કેસોની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે.

હીટ સ્ટ્રોકના કેસોમાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. હીટ સ્ટ્રોકમાં ખાસ કરીને ખેંચાણ, પેટમાં દુખાવો, નબળાઇ, ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યાઓથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બધા લક્ષણો હીટ સ્ટ્રોકના છે. જો તામારામાં પણ આવા લક્ષણો જોવા મળે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હીટ સ્ટ્રોક થવાના લક્ષણો

  • ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો
  • હીટ સ્ટ્રોક એ મૃત્યુનું કારણ પણ બની શકે છે
  • શરીરનું તાપમાન 105°F (40.6°C) સુધી વધે ત્યારે હીટ સ્ટ્રોક થાય છે
  • ખેંચાણ અને ગરમીનો થાક ખતરનાક સ્તરે પહોંચે ત્યારે હીટ સ્ટ્રોક થાય છે
  • સામાન્ય રીતે લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે

આ બાબતો ધ્યાનમાં રાખો

જેમ જેમ કોઈના શરીરનું તાપમાન વધવા લાગે અને તેની સાથે ચક્કર આવવા લાગે કે માથાનો દુખાવો થવા લાગે તો વ્યક્તિએ હોસ્પિટલમાં જવું જોઈએ. આ સિવાય જો કોઈને ગરમીમાં ખેંચાણ અને ગરમીનો થાક હોય તો તેને પણ નજરઅંદાજ ન કરવી જોઈએ અને નિષ્ણાંતોની સલાહ સુચન લેવી જરૂરી નીવડે છે.

હીટ સ્ટ્રોક અટકાવાના ઉપાયો

  • હીટ સ્ટ્રોકને ટાળવા માટે વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ
  • લગભગ 2થી 3 લિટર પ્રતિ દિવસ પાણી પીવાથી હીટ સ્ટ્રોક અસર ટળી શકે છે
  • ગરમીમાં બહાર જતી વખતે કોટનના કપડાં પહેરવા જોઈએ
  • બહારથી ઘર પરત ફરતા જ પંખા, એસી કે કૂલરમાં ન બેસો
  • ગરમીમાં બાળકો અને વૃદ્ધોએ કારણ વગર બહાર નીકળવાનું ટાળવું
  • Follow us on: