• શ્વાસ અને ધ્યાનને કેન્દ્રત કરવા સુખાસન કરે છે
  • પેટની બીમારીઓથી બચવા કરે છે વજ્રાસન અને પદ્માસન
  • હિપ્સ અને થાઈને મજબૂત કરતું ઉષ્ટ્રાસન પણ છે કસરતનો ભાગ

PM Modi આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બર 2022ના રોજ 72મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ સમયે પણ તેમની ફિટનેસ ભલભલાને માત આપે તેવી છે. તેઓ પોતાને ફિટ રાખવા માટે ખાસ કરીને ડાયટનું ધ્યાન રાખે છે અને સાથે જ ફિટનેસ પ્રત્યે પણ સજાગ રહે છે. તેઓ રોજ સવારના સમયે 4 ખાસ યોગાસન કરે છે જેનાથી તેમના શરીરના અનેક ભાગની ફિટનેસ જળવાઈ રહે છે. તમે પણ આ યોગાસનોને તમારા રૂટિનમાં સામેલ કરી શકો છો. તો જાણો શ્વાસ અને ધ્યાનને કેન્દ્રત કરતું સુખાસન, પેટની બીમારીઓથી બચવા કરે છે વજ્રાસન અને પદ્માસન અને હિપ્સ અને થાઈને મજબૂત કરતું ઉષ્ટ્રાસન કઈ રીતે લાભદાયી છે.

સુખાસન


આ યોગ શ્વાસ અને ધ્યાન પર આધારિત છે. આ યોગ આસન કરવાથી વ્યક્તિના ઘૂંટણ 90 ડિગ્રી સુધી વળે છે. જેના કારણે વ્યક્તિને પીડામાં રાહત મળે છે. તે તણાવ ઘટાડે છે અને મનને કેન્દ્રિત કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ યોગ કરતી વખતે તમારું માથું, ગરદન અને કરોડરજ્જુ એકદમ સીધી હોવી જોઈએ. તમારા બંને પગને ત્રાંસા વાળીને બેસો અને બંને હાથને તમારા પગ પર રાખો. આ તમારા ચયાપચયને ઝડપી બનાવે છે. જો તમને પગમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આ આસન ન કરો. જો કરોડરજ્જુના નીચેના ભાગમાં કોઈપણ પ્રકારનો દુ:ખાવો થતો હોય અથવા ઘૂંટણની ગંભીર બીમારી હોય તો આ આસન ન કરો.

પદ્માસન

પદ્માસનને અંગ્રેજીમાં લોટસ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન પેટને ઠીક કરવા અને મનની એકાગ્રતા વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જમીન પર બેસીને ડાબા પગની એડીને જમણી જાંઘ પર એવી રીતે રાખો કે એડી નાભિની નજીક આવે. આ પછી જમણો પગ ઉપાડો અને તેને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે બંને એડી નાભિની નજીક મળે. કરોડરજ્જુ સહિત કમરથી ઉપરનો ભાગ સંપૂર્ણપણે સીધો રાખો. ખાતરી કરો કે બંને ઘૂંટણ જમીન પરથી ઉપાડવા જોઈએ નહીં. ત્યાર બાદ બંને હાથની હથેળીઓને ખોળામાં રાખીને સ્થિર રહો. આ પગને ફરીથી બદલીને પણ કરવું જોઈએ. પછી શ્વાસોશ્વાસની ક્રિયા પર કેન્દ્રિત કરો અને શાંતિથી બેસો.


ઉસ્ટ્રાસન

આ યોગ આસનમાં આપણી પીઠ ખેંચાઈ જાય છે, માથું થોડું નમેલું રહે છે અને પેટ ઊંચું રહે છે, તેથી આ આસનની મદદથી પેટ અને પીઠનો ભાગ યોગ્ય શેપમાં રહે છે. આ આસન આપણા હિપ્સ અને જાંઘોને મજબૂત બનાવે છે. આ આસન તમારી જાંઘ પરની ચરબી ઘટાડે છે. તે તમારા ખભા, પીઠ, જાંઘ અને હાથને મજબૂત બનાવે છે, હિપ ફ્લેક્સર્સને ખોલે છે, નિતંબ, ગરદન અને પેટને ટોન અપ કરવામાં મદદ કરે છે.

વજ્રાસન

આ એકમાત્ર આસન છે જે ખોરાક ખાધા પછી કરી શકાય છે. ભોજન લીધા પછી દસ મિનિટ વજ્રાસનમાં બેસી રહેવાથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે અને કબજિયાત, ગેસ, પેટનું ફૂલવું વગેરેથી છુટકારો મળે છે. જો ઘૂંટણમાં દુખાવો થતો હોય તો વજ્રાસન ન કરવું જોઈએ. પેટ અને પાચન યોગ્ય રાખવાથી વાળ પણ સ્વસ્થ રહે છે. આ આસન કરવા માટે તમારે બંને ઘૂંટણને આગળ જોડો અને પગની એડી બહારની તરફ અને પંજા અંદરની તરફ રાખો. તમારા બંને હાથને ઘૂંટણ પર રાખો.

યોગાસન મહિલાઓ અને પુરૂષોના મન અને શરીરને સ્વસ્થ રાખે છે તેમજ તેમના મન અને શરીરને કાયમી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. યોગ વિશે વાત કરતા વડાપ્રધાન મોદી કહે છે કે યોગ પ્રાચીન હોવાની સાથે સાથે આધુનિક હોવાને કારણે સુંદર છે. તેઓ કહે છે કે યોગ એ સુંદર છે. આજે આપણે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનો સારો ઉકેલ છે. PM કહે છે કે શાંત અને સર્જનાત્મક જીવનની ચાવી એ યોગ છે. તે તણાવ અને માનસિક બેચેનીને હરાવી દે છે. યોગ લોકોને વિભાજીત કરવાને બદલે એક કરે છે.

  • Follow us on: