- પપૈયું, દાડમ, દહીં, નારિયેળ પાણી વધારશે પ્લેટલેટ્સ
- સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વધારે રહે છે આ મચ્છરનું પ્રમાણ
- આ મચ્છર ખાસ કરીને એંકલ, એલ્બો પર કરડે છે
હાલમાં કંબોડિયામાં ડેન્ગ્યૂ ફીવરનો કહેર વધ્યો છે. ડેન્ગ્યૂ ફીવર ખાસ કરીને એડિઝ મચ્છરના ફેલાવવાથી થાય છે. જો તમારી આસપાસમાં પણ મચ્છર રહે છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. શક્ય છે તેમાંથી કોઈ એક ડેન્ગ્યૂનું મચ્છર પણ હોય. તમારે લક્ષણો જાણીને કેટલાક સરળ ઉપાયો કરી લેવા જેથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો.
ક્યારે અને ક્યાં કરડે છે ડેન્ગ્યૂના મચ્છર
ઉલ્લેખનીય છે કે સવારે સૂરજ નીકળવાના 2 કલાક સુધી અને સાંજે સૂર્યાસ્ત બાદ આ મચ્છર લોકોને શિકાર બનાવે છે. આ મચ્છર ખાસ કરીને તમને એંકલ, એલ્બો પર કરડતા હોય છે.
ડેન્ગ્યૂ થાય તો શું ખાવું
પપૈયાનો રસ
પપૈયામાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં હોય છે. તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે, જો તમે તેના રસને આ સમયે યૂઝ કરો છો તો તમારા પ્લેટલેટ્સની સંખ્યા સંતુલિત રહી શકે છે.
દાડમનું કરો સેવન
દાડમના રસમાં વધારે પ્રમાણમાં ઉર્જા હોય છે. જો તમે ડેન્ગ્યૂના તાવમાં તેનું સેવન કરો છો તો આ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરશે. આ સિવાય ડેન્ગ્યૂના કારણે શરીરની ખોવાયેલી એનર્જી પાછી આવશે.

દહીંનું કરો સેવન
દહીં પ્રોબાયોટિક હોય છે. તેના સેવનથી ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે. આ શરીરના વિષાક્ત પદાર્થોને હટાવવામાં મદદ કરે છે. જો તમે ડેન્ગ્યૂ ફીવરમાં તેનું સેવન કરો છો તો ઈમ્યુન સિસ્ટમ મજબૂત બની શકે છે.
નારિયેળ પાણી
ડેન્ગ્યૂની બીમારીમાં નારિયેળ પાણી પીવાનું લાભદાયી રહી શકે છે. તેને પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
બ્રોકોલીનું કરો સેવન
તેમાં વિટામિન વધારે પ્રમાણમાં હોય છે, તે લોહીમાં પ્લેટલેટ્સને વધારવાનું કામ કરે છે.
ડેન્ગ્યૂમાં જોવા મળે છે આ લક્ષણો
વધારે પડતો તાવ આવવો, માથું દુઃખવું, આંખોની પાછળ દર્દ થવું, સાંધા દુઃખવા કે માંસપેશીમાં વધારે દર્દ થવું, થાક લાગવો, ઉલ્ટી આવવી, સ્કીન પર લાલ ચકામા થવા કે ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. અનેક દિવસો બાદ સામાન્ય રીતે 3-7 દિવસ બાદ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. સંક્રમિત થયાના 3-14 દિવસ સુધી લક્ષણો જોવા મળે છે.