- ડેન્ગ્યૂના લાર્વા રોકાયેલા એટલે કે સ્થિર પાણીમાં જોવા મળે છે
- આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી થાય છે
- દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે અને મોતનું કારણ બને છે
આજના સમયમાં દુનિયામાં ડેન્ગ્યૂ એક ગંભીર બીમારીના રૂપમાં જોવા મળી રહી છે. આ બીમારી દર વર્ષે અનેક લોકોના જીવ લે છે. દેશમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ બીમારીનો શિકાર બને છે. આ કારણ છે કે ડેન્ગ્યૂને માટે લોકોને જાગરુક કરવા માટે NATIONAL DENGUE DAYની ઉજવણી કરાય છે. આ બીમારી એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. તેમાં દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે અને સાથે જ ક્યારેક દર્દીનું મોત પણ થઈ જાય છે.

ક્યારે જોવા મળે છે ડેન્ગ્યૂના કેસ
ડેન્ગ્યૂના કેસ ચોમાસુ શરૂ થયા બાદ સામે આવવા લાગે છે. ડેન્ગ્યૂના લાર્વા રોકાયેલા એટલે કે સ્થિર પાણીમાં જોવા મળે છે. આ સમયે બેદરકારી ભારે પડી શકે છે. તો જાણો કયા લક્ષણો દેખાય તો તમારે સાવધાન થવાની જરૂર છે.
ડેન્ગ્યૂની બીમારીના લક્ષણો
આ બીમારી ખાસ કરીને જુલાઈથી ઓક્ટોબરમાં પીક પર હોય છે. આ સમયે વરસાદના પાણી ભરાઈ રહેવાના કારણે પાણીમાં ડેન્ગ્યૂના લાર્વા જન્મે છે. ડેન્ગ્યૂ થાય તો શરીરમાં શરૂઆતના લક્ષણો જોવા મળે છે.
- વધારે પડતો તાવ આવવો
- અસહ્ય માથું દુઃખવું
- આંખની પાછળના ભાગમાં દુઃખાવો
- સાંધા અને મસલ્સમાં દર્દનો અનુભવ
- થાક લાગવો
- ઉલ્ટી થવી
- જીવ ગભરાવવો
- સ્કીન પર રેશિઝ દેખાવવા
- નાક અને પેઢામાંથી બ્લિડિંગ થવું
જાણો ડેન્ગ્યૂથી બચવાના ઉપાયો

સૌથી સારો ઉપાય એ છે કે પોતાને સંક્રમિત એડીઝ મચ્છરોના કરડવાથી બાવો. ખાસ કરીને કોઈ ટ્રોપિકલ એરિયામાં હોવ કે ટ્રાવેલ કરી રહ્યા હોવ તો સચેત રહો. આ સાથે ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ અટકાવો તે પણ જરૂરી છે.
- ઘરની અંદર મચ્છર ભગાડવાની કોઈલ યૂઝ કરો.
- ઘરની બારીઓ અને દરવાજાને બંધ કરીને રાખો.
- સૂતી સમયે મચ્છરદાનીનો પ્રયોગ કરો.
- લક્ષણો દેખાતા ડોક્ટરનો સંપર્ક કરો.
- કૂલરમાં વધારે દિવસ સુધી પાણી ભરીને ન રાખો.
- કુંડા કે અન્ય જગ્યાએ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખો.
- સમયાંતરે મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો.