લિવર આપણા શરીરનું એક સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરના ઝેરયુક્ત પદાર્થોને બહાર નીકાળે છે અને પાચન કરવામાં મદદ કરે છે. આવો જાણીએ આપણા લિવરને સાફ અને ડિટોક્સ રાખનારા એવા 4 ડ્રિંક વિશે. આ ડ્રિંક લિવરને તો સાફ રાખે છે પણ સ્વાસ્થ્ય માટે પણ વધુ ફાયદાકારક છે.


લીંબુ પાણી

સવારની શરૂઆત એક ગ્લાસ ગરમ લીંબુ પાણી સાથે કરવી લિવર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુમાં હાજર વિટામિન્સ સી અને એન્ટિઓક્સિડેન્ટ્સ લિવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ લિવરની અંદર એન્ઝાઇમોના ઉત્પાદનને વધારે છે. જે બોડીના ટોક્સિન્સ બહાર નીકાળે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી તેના શક્તિશાળી એન્ટીઑકસિડન્ટ્સ, ખાસ કરીને કેટેચિન્સ માટે જાણીતી છે. આ એન્ટીઑકસિડન્ટ્સ લિવરમાં ચરબી જમા થવાથી અટકાવે છે અને લિવરમાં થતા સૂજનને ઘટાડે છે. નિયમિત રીતે ગ્રીન ટી સેવનથી લિવરની કાર્યક્ષમતા સુધરે છે અને ફેટી લિવર જેવી સમસ્યાઓનો જોખમ ઘટે છે.

માચા

માચા ગ્રીન ટીનો એક ખાસ પ્રકાર છે, જેમાં કેટેચિન્સ અને ક્લોરોફિલની માત્રા ખૂબ વધારે હોય છે. માચાનું સેવન લિવરને ડિટોક્સ કરવામાં ખૂબ અસરકારક હોય છે. તે લિવરના એન્ઝાઇમ્સને સક્રિય કરે છે અને શરીરમાંથી હાનિકારક ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. માચા લિવર માટે ઉત્તમ સુપરફૂડ છે.

દાડમનો રસ

દાડમનો રસ પોલિફેનોલ્સ અને એન્ટીઑકસિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ બંને તત્ત્વો લિવર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડે છે અને લિવરને નુકસાનથી બચાવે છે. દાડમનો રસ લિવરમાં થતા સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે, જેના કારણે લિવર તંદુરસ્ત અને મજબૂત બને છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: