ગરમી હોય કે પછી ઠંડક, જમવાની થાળીમાં દહી કે છાશ હંમેશા જોવા મળે જ. દરરોજ બપોરના ભોજન સાથે લોકો છાશ કે દહીં અવશ્ય લેતા હોય છે. પરંતુ બંનેના સ્વાદ અને બનાવટ બંને અલગ છે, પરંતુ બંને શરીરને પોષણ દેનારો પદાર્થ છે. સામાન્ય રીતે લોકોને પ્રશ્ન અવશ્ય થતો હશે કે દહીં કે છાશ માંથી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ પીણુ કયુ.આવો જાણીએ બંનેના ફાયદા....


દહીના ફાયદા-

-દૂધ દ્વારા તૈયાર કરવામાં આવેલુ દહી પોષણથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને પ્રોબાયોટિક્સ હાજર હોય છે.જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

-દહીં હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. આ પેટમાં સારા બેક્ટેરિયા વધારીને પાચન શક્તિ સુધારે છે.

-દરરોજ દહીં ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.

-વજન વધારવા ઇચ્છો છો તો દહી મદદગાર છે કારણ કે એમાં ન્યુટ્રિએન્ટ્સ ડેન્ટિસિટી વધારે પ્રમાણમાં હોય છે.

છાશના ફાયદા

-છાશ દહીને ફેંટીને અને તેમાં પાણી ભેળવીને બનાવવામાં આવે છે. આ હળવી, પચવામાં આસાન અને ગરમીઓમાં આદર્શ ડ્રિંક માનવામાં આવે છે.

-તેમાં હાજર લેક્ટિક એસિડ પાચન સુધારે છે અને ગેસ, એસિડિટીથી રાહત આપે છે.

-છાશ શરીરને ઠંડક અને હાઇડ્રેશન આપે છે.

-આ લો કેલરી ડ્રિંક છે, જે વજન ઘટાડવા માટે બેસ્ટ છે.

-છાશમાં મસળેલુ જીરૂં અના સિંધવ મીઠું નાખીને ખાવાથી તેનો સ્વાદ અને ફાયદો બંને વધી જાય છે.



  • Follow us on: