• શારીરિક સંબંધો, લોહી કે ઈન્જેક્શનથી ફેલાય છે HIV
  • HIV/AIDS પીડિત વ્યક્તિ દવાઓ વિના 3 વર્ષ જીવી શકે
  • HIVનું પહેલું લક્ષણ 2-6 અઠવાડિયામાં દેખાય છે

વિશ્વ એઈડ્સ વેક્સીન દિવસ જેને એચઆઈવી વેક્સીન જાગરુકતા દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ દિવસને 18મેના રોજ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ એઈડ્સના રસીકરણની જાણકારી માટે ઉજવાય છે. આ ખાસ દિવસે લોકોને એઈડ્સથી બચવા માટે અને સાથે તેને માટેની જાગરુકતા વધારવા માટે મનાવાય છે. જો વાયરસ શરીરમાં વધારે પ્રમાણમાં ફેલાયો છે અને કોઈ દર્દી તેની દવા લેતા નથી તો તે 3 વર્ષ સુધી જ જીવિત રહી શકે છે. આ સાથે યોગ્ય ટ્રીટમેન્ટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ મળે તો તે લાંબુ જીવી શકે છે. AIDS વાયરસ જીવલેણ છે અને તેને વિશે દરેક વ્યક્તિ માહિતગાર પણ છે. તો જાણો લક્ષણો અને બચવાના ઉપાયો.

HIV/AIDSના કારણો

શારીરિક સંબંધો દ્વારા

કોઈ સંક્રમિત વ્યક્તિની સાથે યૌન સંબંધ બનાવવાથી પણ વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે. વ્યક્તિનું વીર્ય, લોહી અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.

લોહી દ્વારા

AIDS હવા, પાણી કે જંતુ કરડવાથી થતો નથી પણ અનેક એવા કારણો છે જેનાથી તે ફેલાઈ શકે છે. દર્દીના કેસમાં એવું પણ જોવા મળે છે કે એઈડ્સનો વાયરસ લોહીની મદદથી પણ ફેલાય છે.


ઈન્જેક્શનનો પ્રયોગ

એચઆઈવી વાયરસ ત્યારે પણ ફેલાઈ શકે છે જ્યારે એક સોય કોઈ સંક્રમિત વ્યક્તિને લગાવાઈ હોય અને પછી કોઈ અસંક્રમિત વ્યક્તિને આપવામાં આવે. તો આ ઈન્જેક્શન તમારા માટે નુકસાન દાયી બની શકે છે.

HIV/AIDSના જાણો લક્ષણો

આ રોગનું પહેલું લક્ષણ 2-6 અઠવાડિયા સુધીમાં જોવા મળે છે. આ સમયે દર્દીને માથું દુઃખવું, ડાયરિયા, ઉલ્ટી, થાક લાગવો, ગળું સુકાવવું, સાંધામાં દર્દ, સોજો આવવો, છાતી પર ચકામા અને તાવ જેવી સમસ્યા થઈ શકે છે. તેના શરૂઆતના લક્ષણ ફ્લૂની જેમ 1-2 અઠવાડિયા સુધી રહે છે. અનેક વાર ફ્લૂ જેવા લક્ષણો દેખાતા નથી, એવામાં થાક લાગવો, ગળાની આસપાસ સોજો આવવો, 10 દિવસથી વધારે તાવ આવવો, રાતે પરસેવો થવો, વિના કારણ વજન ઘટવું, સ્કીન પર જાંબુડી રંગના ડાઘ જોવા મળવા, શ્વાસ ચઢવો, મહિલાઓને ગુપ્તાંગમાં યીસ્ટ ઈન્ફેક્શન કે નાના ઘાથી લોહી વહેવાના લક્ષણો જોવા મળે છે.

HIV વાયરસના એડવાન્સ અને છેલ્લા સ્ટેજને AIDS (Acquired Immune Deficiency Syndrome) કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરના CD4-T સેલ્સના નંબર 200થી પણ ઓછા થાય છે. તેમાં દર્દીને બચાવી શકાય છે. તેમાં દર્દીને બચાવી શકાય છે. એઈડ્સ ડિફાઈનિંગ ઇલનેસમાં કાપોસી સારકોમા અને નિમોનિયા જેવી બીમારીઓ થાય છે.

HIV/AIDSની સારવાર

આ બીમારીની સારવાર એન્ટીરેટ્રોવાયરલ થેરાપીથી કરાય છે જેથી બોડીમાં વાયરસના પ્રભાવને ઘટાડી શકાય. એન્ટીરેટ્રોવાયરલ થેરાપીમાં એઈડ્સના દર્દીને રોજ દવા ખાવી પડે છે. રોજ દવાના સેવનથી દર્દી પરેશાન થાય છે અને ક્યારેક દવા ખાવાનું પણ ભૂલી જાય છે.

આર્યુવેદ દ્વારા પણ HIV/AIDSની સારવાર શક્ય છે

આયુર્વેદમાં કષાયમૂળ વનસ્પતિ છે જેની મદદથી HIV/AIDSના વાયરસને રોકવાનો દાવો કરાય છે. શોધકર્તાઓનું માનવું છે કે જરેનિયમના મૂળમાં એવા તત્વો છે જે હ્યુમન સેલ્સને એચઆઈવી-1 વાયરસનો પ્રવેશ રોકવા માટે મજબૂત બનાવે છે અને પ્રતિરોધી તંત્રને મજબૂત કરે છે.  

  • Follow us on: