સ્વાસ્થ્ય રહેવા માટે 'વિટામિન-K'નું ડાયેટમાં મહત્ત્વ - Sandesh
 • Home
 • Supplements
 • Nari
 • સ્વાસ્થ્ય રહેવા માટે ‘વિટામિન-K’નું ડાયેટમાં મહત્ત્વ

સ્વાસ્થ્ય રહેવા માટે ‘વિટામિન-K’નું ડાયેટમાં મહત્ત્વ

 | 12:13 am IST
 • Share

ડાયટ ટિપ્સ :- હિરલ ભટ્ટ

આપણા શરીરમાં દરેક જાતના પોષકતત્ત્વોની જરૂરિયાત રહેલી છે. જેમકે વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટસ, પ્રોટીન, ફેટ વગેરે… દરેક પોષકતત્ત્વનું શરીરમાં કંઇ ને કંઇ રીતે મહત્ત્વપૂર્ણ કાર્ય રહેલું હોય છે. તેમજ શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં ખોરાક કે પછી સપ્લિમેન્ટ દ્વારા પોષકતત્ત્વ મેળવવું જરૂરી છે.

અગાઉ આપણે ઘણા વિટામિન્સ વિશે વાત કરી છે. આજે આપણે આપણા શરીર માટે જરૂરી એવા ‘વિટામિન -K’ વિશે વાત કરીશું…

‘વિટામિન-K’ આપણા હાડકાં અને હૃદયને સ્વસ્થ રાખે છે, સાથે જ્યારે પણ કંઇ વાગવાથી રક્તસ્ત્રાવ થાય છે. ત્યારે તેને રોકવામાં વિટામિન-K મદદ કરે છે. આ ઉપરાંત ‘વિટામિન-K’ બીજી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

વિટામિન-K’ના ફાયદા

વિટામિન-K લોહીનું ગંઠન થતા રોકે છે અને આંતરિક રક્તસ્ત્રાવ, ઓસ્ટિઓપોરોસિસ, વધુ પડતા માસિક સ્ત્રાવ અને માસિક સમયમાં દુખાવાને રોકવામાં મહત્ત્વનું કામ કરે છે. વિટામિન-K શરીરમાં કેલ્શિયમને વધારવાનું કાર્ય કરે છે.

વિટામિન-K હાડકાંના મજબૂત બનાવે છે અને ફેકચર થવાના જોખમ ઘટાડે છે. તથા હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવામાં શરીરને વિટામિન-Kની જરૂર પડે છે.

વિટામિન-K હૃદયના દર્દીએ ડાયેટમાં ખાસ અપનાવું જોઇએ. તેમના માટે સારું છે. તે ધમનીઓમાં ખનીજના નિર્માણને રોકવા અને નીચા રકતચાપમાં સહાયક બને છે.

વિટામિન-K પેટ, કોલોન, લિવર, મો, પ્રોસ્ટેટ અને નાક વગેરે શરીરના ભાગમાં થતા કેન્સર સામે લડત આપવાનું કામ કરે છે.

વિટામિન-K લેવાથી શરીરમાં ઇન્સ્યુલિનની પ્રકિયામાં મદદ મળે છે. જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે છે અને ડાયાબિટીસના જોખમને ઓછું કરે છે.

‘વિટામિન-K’ના મુખ્ય ૨ પ્રકાર છે

વિટામિન K-૧ અને વિટામિન K-૨

વિટામિન-K’ની ઊણપ અને તેના લક્ષણો

 • વાગવાથી લાંબા સમય સુધી લોહી બંધ ન થવું.
 • નાક તેમજ પેઢામાંથી લોહી વહેવું.
 • વિટામિનોની ઊણપથી પચનતંત્રમાં પણ લોહી વહેવા લાગે છે.
 • ઓપરેશન દરમિયાન લોહી વહેવું.
 • એસિડિટી થવી.
 • પેશાબ દ્વારા લોહી વહેવું.
 • પાચનશક્તિ નબળી થવી.

વિટામિનના સ્ત્રોત

પાલક

પાલકમાં પ્રચુર માત્રા આયર્ન હોય છે. તેમજ વિટામિન A અને બિટાકેરોટીનનો સ્ત્રોત પણ છે.

સલગમ

સલગમની ભાજીના એક કપમાં લગભગ ૪૪૧માઇક્રોગ્રામ વિટામિન A, ૮૫૦ માઇક્રોગ્રામ વિટામિન-K હોય છે. કેલરી ૨૪ રહેલી હોય છે. તેને શાક કે સલાડના સ્વરૂપમાં લઇ શકાય છે.

ફ્લાવર

ફ્લાવરના જ્યૂસમાં લગભગ ૨૨૦ માઇક્રોગ્રામ લીલા શાકભાજીમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ક્રોમિયમ, વિટામિન A અને C હોય છે. ફ્લાવરને કાચું તેમજ પકવીને પણ લઇ શકાય છે.

બીટરુટ

બીટરુટના ૧ કપમાં ૨૭૬ મિલીગ્રામ વિટામિન A, ૬૯૭ માઇક્રોગ્રામ વિટામિન K રહેલુ હોય છે. કેલરી માત્ર ૧૯ રહેલી હોય છે.

અન્ય સ્ત્રોત

બ્રોકોલી, ટામેટા, કેપ્સીકમ, બ્લ્યુબેરી, કિવી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી જેવા ફ્ળની સાથે સ્પ્રાઉટસ, સોયાબીન, દહીં, ચીઝ, પનીર, ગ્રીન-ટી, ઓલિવ ઓઇલમાં રહેલું હોય છે.

ઈન્જેકશન

બાળકોમાં અથવા જેમની આહાર દ્વારા જરૂરિયાત જેટલું વિટામિન-K નથી મળતું તેમને ઈન્જેકશન આપવામાં આવે છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો