Health Staying Close To Nature Improves Mental Health
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કુદરતની નજીક રહેવાથી સુધરે છે માનસિક સ્વાસ્થ્ય, જાણી લો વિગતો

કુદરતની નજીક રહેવાથી સુધરે છે માનસિક સ્વાસ્થ્ય, જાણી લો વિગતો

 | 4:58 pm IST
  • Share

  • હરિયાળી જગ્યાએ ફરવાનાં ઘણા સ્વાસ્થ્ય લાભ

  • 8થી 12 અઠવાડિયા પ્રકૃતિની નજીક રહેવાથી ઍંગ્ઝાયટિનું સ્તર ઘટે છે

  • હરિયાળી જગ્યાઓ પર ગ્રુપમાં એક્ટિવિટી કરવાથી થાય છે વધુ ફાયદો

 

એમ તો બધાને જ ખબર હશે કે હરિયાળી જગ્યાએ ચાલવાના અને ફરવાનાં ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે પ્રકૃતિની નજીક રહેતા લોકોમાં માનસિક તણાવનું સ્તર ઘણું ઓછું થઈ જાય છે. ઇંગ્લેન્ડના સંશોધકોએ તેમના તારણોમાં જણાવ્યું છે કે 8થી 12 અઠવાડિયા સુધી પ્રકૃતિની નજીક રહેવાથી ઍંગ્ઝાયટિનું સ્તર ઘટાડીને મૂડ સારો કરવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્ય પર પ્રકૃતિની અસર

ઇંગ્લેન્ડની યોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્યાસ કર્યો અને કહ્યું કે જો મનને ખુશ રાખવું હોય તો કુદરતની વચ્ચે સમય પસાર કરો. લીલાછમ કુદરતી સ્થળોએ સમય પસાર કરતી વખતે બાગકામ અને કસરત કરવાથી તણાવ અને ચિંતા દૂર થાય છે. આ સાથે, વ્યક્તિ માનસિક સમસ્યાઓથી દૂર રહે છે. માત્ર 8થી 12 અઠવાડિયા સુધી કુદરતની વચ્ચે રહેવાથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે. જો આ સમયગાળા દરમિયાન વ્યક્તિ લીલાછમ કુદરતી સ્થળો વચ્ચે દિવસમાં 20 થી 90 મિનિટ વિતાવે છે, તો તે માનસિક રીતે વધુ સારું અનુભવે છે.

આ અભ્યાસનું નેતૃત્વ કરનાર મુખ્ય સંશોધક ડૉક્ટર પીટર કોવેન્ટ્રીએ કહ્યું કે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વચ્ચે થોડો સમય વિતાવવો સ્વાસ્થ્ય માટે સારો છે. પરંતુ અમારા અભ્યાસે પુષ્ટિ કરી છે કે તે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. હરિયાળી વચ્ચે રોજ બાગકામ અને કસરત કરવાથી મન ફ્રેશ રહે છે અને તણાવ દૂર થાય છે.

આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે જો લોકો હરિયાળી જગ્યાઓ પર એકલાને બદલે એક ગ્રુપમાં એક્ટિવિટી કરે, તો તેનાથી તેમને વધુ ફાયદો થાય છે. જો લોકો પોતાની જાતને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આ માટે તેમને પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવવાની જરૂર છે. આ સ્વાસ્થ્ય માટે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, જેનો લાભ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ થાય છે.

સંશોધકોએ એવો પણ દાવો કર્યો કે પ્રકૃતિ સાથે સમય પસાર કરવો માત્ર પુખ્ત વયના અને વૃદ્ધ લોકો જ નહીં, પણ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો