Health workers beat a dog in the name of Covid Protocol
  • Home
  • Corona
  • શું કૂતરાને મારીને કોરોનાનો અંત કરી રહ્યું છે ચીન? લોકોમાં રોષ

શું કૂતરાને મારીને કોરોનાનો અંત કરી રહ્યું છે ચીન? લોકોમાં રોષ

 | 3:51 pm IST
  • Share

  • વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં નિંદા
  • ચીનમાં કોરોનાના કેસો વધતા અધિકારીઓ પર દબાણ
  • ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં ઉછાળો

ચીનમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓએ કોવિડ પ્રોટોકોલના નામે એક કૂતરાને મારી નાખ્યો. સ્વાસ્થ્યકર્મીઓએ જે સમયે ઘરમાં ઘુસીને કૂતરાની હત્યા કરી તે સમયે તેની માલકિન કોરોનાના કારણે આઈસોલેશનમાં હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉભા થયા છે.

એક રિપોર્ટ મુજબ સ્વાસ્થ્યકર્મીઓએ Jiangxi પ્રાંતના શાંગરાવના એક ઘરમાં ઘુસીને કૂતરાના માથા પર લોખંડનો રોડ મારીને તેની હત્યા કરી. તે ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમા પીપીઈ કીટ પહેરેલા લોકોએ કૂતરા પર હુમલો કર્યો હતો.


કોરોનાના લક્ષણની શંકાના કારણે હત્યા

આ કૂતરાની માલકિનનું નામ ફૂ છે, તે ઘટના સમયે એક હોટેલમાં આઈસોલેશનમાં હતી. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ હતો પરંતુ તેના કૂતરાનો ટેસ્ટ કરવાનો બાકી હતો. કથિત રીતે કૂતરામાં કોરોનાના લક્ષણો હોવાની શંકાએ તેની હત્યા કરી દેવામાં આવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો