CDSCO: કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)એ આરોગ્યકર્મીઓ, ફાર્મસી, રિટેલ દવા વિક્રેતાઓ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને હોસ્પિટલોને લઈને એક સલાહકાર પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં દર્દશામક દવાઓ, ખાસ કરીને નોન-સ્ટેરોયડલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અનિયંત્રિત અને ઓવર-ધ-કાઉન્ટર ઉપયોગના ગંભીર જોખમો અંગે ચેતવણી આપવામાં આવી છે.

કિડનીની બીમારી વધવાનું જોખમ

પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ દવાઓનું બેફામ સેવન ક્રોનિક કિડની ડિસીઝ (CKD) થવા અને તેની સ્થિતિ ઝડપથી બગડવા સાથે જોડાયેલું છે. મોટાભાગની NSAIDs અને એન્ટિબાયોટિક્સ શેડ્યૂલ H/H1 હેઠળ આવે છે. તેથી આ દવાઓ માત્ર રજિસ્ટર્ડ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ.

CDSCO

CDSCO

જાતે દવા લેવાનું ટાળવા સલાહ

સામાન્ય લોકોને સલાહ આપવામાં આવી છે કે ડૉક્ટરની સલાહ વિના આ દવાઓ વારંવાર અથવા લાંબા સમય સુધી ન લેવી જોઈએ. આરોગ્યકર્મીઓને ક્લિનિકલ જરૂરિયાત હોય ત્યારે જ આ દવાઓ લખવા અને ઓછામાં ઓછી અસરકારક માત્રા તથા ટૂંકા સમયગાળા માટે જ આપવાની સલાહ આપવામાં આવી છે.

CDSCO

દવાઓનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ

ફાર્માસિસ્ટ અને રિટેલ દવા વિક્રેતાઓને પોતાની રીતે દવા લેવાની પ્રથા (Self-medication)ને પ્રોત્સાહન ન આપવા અને દવાઓ પર આપવામાં આવેલી જરૂરી ચેતવણીઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. દવાઓનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે CDSCO દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આરોગ્યકર્મીઓની હડતાળને લઈ આરોગ્ય વિભાગનું આરોગ્યકર્મીઓને અલ્ટીમેટમ