શું તમે વિચાર્યું છે ચા કે કોફીનું સેવન કરીને પણ વજન ઓછું થઈ શકે છે, હા ચા અને કોફીનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં ઘણી મદદ મળે છે. જો તમે પણ મોટાપાથી હેરાન છો અને તમારે પણ વજન ઓછું કરવું છે તો તમારા માટે બ્લેક-ટી અને બ્લેક-કોફી સારો ઓપ્શન છે.


બ્લેક કોફી મેટાબોલિઝમને વધારે છે અને ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તેમજ બ્લેક ટીમાં કેફીન હોય છે જે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

બંનેમાં કેફીન હોય છે

બ્લેક કોફીમાં કેફીનની માત્રા વધારે હોય છે, લગભગ એક કપ કોફીમાં 95mg કેફીન હોય છે તે તમારા મેટાબોલિઝમને 3-13% સુધી વધારે છે. તેનાથી કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. બ્લેક ટીમાં કેફીન થોડી ઓછી માત્રામાં હોય છે. લગભગ 47 mg હોય છે જે મેટાબોલિઝમને વધારવવામાં મદદ કરે છે. બંનેમાં કેફીન હોય છે અને સુગર બિલકુલ નથી હોતો અને તે એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. બ્લેક કોફીમાં હાજર કેફીન ભૂખને ઓછી કરી દે છે અને જેનાથી કેલેરી ઓછી થાય છે. બ્લેક ટીમાં કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે થોડા સમય સુધી ભૂખ લાગતી નથી.

બ્લેક કોફીના છે ઘણા ફાયદા

બ્લેક કોફી ફેટ બર્ન કરવવામાં, મેટાબોલિઝન વધારવવામાં અવે ભૂખ કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને ફિટનેસ મેન્ટેન રહે છે. પરંતુ તેમાં કેફીન વધારે માત્રામાં હોય છે એટલા માટે ઉંઘ ખરાબ થઈ શકે છે. તેમજ હેલ્થ સંબંધિત સમસ્યા વધી શકે છે એટલા માટે ડોક્ટરની સલાહ લીધા પછી કેફીન ડ્રિંકનું સેવન કરવું જોઈએ. સૌથી વધારે બેસ્ટ ઓપ્શન છે કે પોતાની લાઈફસ્ટાઈલ અને પોતાની પસંદ મુજબ તમે હેલ્ધી ડાયટ લો અને શાકભાજી, ફળો, કઠોળ વગેરેનું સેવન કરો અને રોજ કસરત કરો.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.


  • Follow us on: