આપણે દરેક લોકો ઘરને સાફ રાખીએ છીએ અને તે ઘરને સુંદર જાળવી રાખીએ છે. તેવી જ રીતે આપણે આપણા સ્વાસ્થ્યને પણ હેલ્ધી રાખવા માટે ઘણા પ્રયત્નો કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે કિચનામાં રહેલી કેટલીક એવી વસ્તુઓ જેના કારણે તામારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ઘણા ખોરાક અને રસોડાની વસ્તુઓ કેન્સર જેવા ગંભીર રોગોને પ્રોત્સાહન આપી શકે છે. તમારે પણ તમારું કિચન હેલ્ધી અને સુરક્ષિત રાખવું છે આજે જ તમારા ઘરમાં આ વસ્તુઓ પર ધ્યાન આપવાનું ચાલું કરી દો.
પ્રોસેસ્ડ ફૂડ્સ
ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પેકેજ્ડ નાસ્તા, કેક મિક્સ જેવા પ્રોસેસ્ડ ફૂડમાં હાનિકારક કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. આ ફક્ત તમારા વજન અને પાચનતંત્રને અસર કરતા નથી, પરંતુ લાંબા ગાળે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધારી શકે છે. આવા ફૂડને કિચનમાંથી તાત્કાલિક ધોરણે દૂર કરી દેવા જોઈએ અને ફ્રેશ ઘરે બનાવેલા ખોરાક પર ફોકસ કરવું જોઈએ .
ફ્રાઈડ ખોરાક
જો તમે પણ ડીપ ફ્રાઈડ ખોરાક ખાવાના શોખિન છો અને વારંવાર તેમજ વધારે પડતું ખોરાકને બેક કરીને ખાઓ છો તો ચેતી જજો. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તળેલી વસ્તુઓમાં એક્રેલામાઈચ નામનું તત્વ બને છે જે કેન્સરનું કારણ બની શકે છે. ખોરાકને હળવા શેકવાનો અથવા ઉકાળવાનો પ્રયાસ કરો અને વધુ પડતા તળવાનું ટાળો.
દરેક ખોરાકને પ્લાસ્ટિકના કન્ટેનરમાં સ્ટોર કરવું
ઘણા લોકોની આદત હોય છે કે તેઓ સ્ટોરેજ બેગમાં અને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકને સ્ટોર કરતા હોય છે પરંતુ એવું ના કરવું જોઈએ. ખાવાની કોઈ પણ આઈટમ કે પછી નાસ્તાને સ્ટીલના કે પછી કાચના કન્ટેનરમાં જ સ્ટોર કરવા જોઈએ એ જ સૌથી સેફ ઓપ્શન છે.
વધુ પડતી ખાંડ અને પેકેજ્ડ પીણાં
પેકેજ્ડ,જ્યુસ અને સોડા ડ્રિંકસમાં સુગર પ્રમાણ વધુ હોય છે. કેટલાક રિસર્ચ મુજબ, તે કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. ઘરે ફ્રેશ ફળો અને હર્બલ ડ્રિંકસને પ્રાયોરીટી આપો.
ફ્લેવર્ડ અને રંગીન ખોરાકથી દૂર રહો
ઘણા પેકેજ્ડ ખોરાકમાં રંગ અને સ્વાદ વધારવા માટે કેમિકલ ઉમેરવવામાં આવે છે. આ કેમિકલ સમય જતાં શરીરના કોષોને અસર કરી શકે છે અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે.
Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.













