Heavy Rainfall In Different Parts of Ahmedabad City
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં જામ્યો મેહૂલોઃ ગાજવીજ સાથે પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં જામ્યો મેહૂલોઃ ગાજવીજ સાથે પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ

 | 6:46 pm IST

અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. તેવામાં સવાર બાદ અમદાવાદમાં સાંજના સમયે પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાતાં ભારે ઉકળાટથી શહેરીજનોને રાહત મળી છે. તો વેજલપુર, આનંદનગરનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સાંજના સમયે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર, શિવરંજની, ગોતા, ઓગણજ, રાણીપ, સાબરમતી, અંધજન મંડળ, શ્યામલ, સેટેલાઈટ, જીવરાજ પાર્ક, વેજલપુર, શાહપુર, કાલુપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. 

છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં 208 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ કાલાવડમાં 12 કલાકમાં કુલ 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. પડધરીમાં 7 ઈંચ, ધ્રોલમાં 5 ઈંચ, ભચાઉ અને ખંભાળિયામાં સવા ચાર ઈંચ, લાલપુર અને જામનગરમાં 3 – 3 ઈંચ વરસાદ,  લોધિકા અને જોડિયામાં 4 – 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન