Heavy rains in Rajkot, Junagadh, Kheda, Anand: Red alert
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ: રાજકોટ, જુનાગઢ, ખેડા, આણંદમાં ધોધમારની આગાહી

ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ: રાજકોટ, જુનાગઢ, ખેડા, આણંદમાં ધોધમારની આગાહી

 | 8:33 am IST
  • Share

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ સર્જાયો છે પરંતુ સોમવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં આભ ફાટયું હોય તેવો ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયાં હતા. જોકે હજુ રાજ્યના આગામી 4 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા એલર્ટ પણ હવામાન ખાતા તરફથી જાહેર કરાયાં છે.

સૌરાષ્ટ્રના રાજકોટ અને જુનાગઢમાં તેમજ આણંદ અને ખેડામાં બુધવારના રોજ સાંબેલાધાર વરસાદ પડવાની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વલસાડ, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર,  મોરબી, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત, નવસારી, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, અમરેલી, ભાવનગર,  દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળના દરિયામાં સર્જાયેલ લો-પ્રેશર, ઓરિસ્સા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાતમાં આવ્યું છે. સોમવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયુ હતુ. દરિયાની સપાટીથી ૫.૮ કિ.મી.ની ઉપર લો-પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિર્વિતત થતાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો.

જોકે હાલમાં વરસાદી સિસ્ટમ નલીયા થઈને પસાર થઈ રહી હોવાથી આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર ઔવરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન