Heavy to Heavy Rainfall in Banaskantha in North Gujarat
  • Home
  • Featured
  • ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, ડીસામાં ઘૂંટણસમા પાણી ભરાયા

ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, ડીસામાં ઘૂંટણસમા પાણી ભરાયા

 | 1:27 pm IST
  • Share

  • બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
  • દાંતીવાડામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત સાંજથી મેઘમહેર જામી છે. છેલ્લાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગત મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકી જતા સમગ્ર દાંતીવાડા પાણી પાણી થયું હતું જો કે તે બાદ વહેલી સવારે ડીસામાં બે જ કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ડીસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા.

ડીસાના રીજમેન્ટ, વહોલા વાસ, આખોલ ચાર રસ્તા, લલચાલી, તેર્મી નાળા સહિતના વિસ્તારોમા ઢીંચણસમા પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે આખોલ ચાર રસ્તા નજીક આવેલી વૃંદાવન કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ જતાં તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે પ્રોવિઝન સહિતની દુકાનોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયો છે. હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.

પાટણ જિલ્લામાં એક દિવસ ના વિરામ બાદ ત્રણ તાલુકામાં ફરી વરસાદી માહોલ જોવા મળઅયો છે. પાટણ – સિઘ્ઘપુર અને સરસ્વતી તાલુકાઓમાં એક કલાકમાં એક-એક ઇંચ વરસાદ ખાબકયો છે. કમલીવાડા, રાજપુર, હાજીપૂર, હાસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે. સરસ્વતી તાલુકાના દશાડા, કાલેડા, મેસર સહિતના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો