Heavy to very heavy rainfall forecast in this district of Gujarat, 2 days rainy weather in the Gujarat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ

ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ

 | 3:56 pm IST
  • Share

નેઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધતાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ અને પારડીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામ અને ગારિયાધારમાં 4-4 ઈંચ વરસાદ, ભાવનગર, વડગામ, સુરત શહેરમાં 3-3 ઈંચ, નવસારી, જલાલપોર, ખેરગામમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે 18 તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોઁધાયો છે.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાં જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસુ વધુ આગળ વધી ચૂક્યું છે, આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી તો થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. અમદાવાદમાં બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી છે કે, 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી છે કે, 20-21 જૂનથી ભારે વરસાદ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન