Helicopter crashed due to bad weather, not mechanical failure
  • Home
  • India
  • કેમ થયું હતું CDS રાવતનું વિમાન ક્રેશ? કારણ આવ્યું સામે

કેમ થયું હતું CDS રાવતનું વિમાન ક્રેશ? કારણ આવ્યું સામે

 | 9:37 pm IST
  • Share

  • 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

  • આ અકસ્માતમાં સીડીએસ રાવત સવાર હતા

  • નિયંત્રણમાં હોવા છતાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકો જે હેલિકોપ્ટર દૂર્ઘટનામાં મોતને ભેટ્યા હતા તેને લઈને ભારતીય વાયુસેનાએ એક નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ બાદ પ્રાથમિક માહિતી સામે આવી છે. IAF એ કહ્યું છે કે 8 ડિસેમ્બર 2021 ના ​​રોજ Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઈ-સર્વિસ તપાસમાં તેના પ્રારંભિક પરિણામોમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વૉઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ યાંત્રિક નિષ્ફળતા,તોડફોડ કે બેદરકારીની વાત નથી.

પ્રારંભિક પરિણામો અનુસાર, ઘાટીમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું. વાદળોને કારણે પાયલોટ મૂંઝવણમાં મુકાઈ ગયો અને હેલિકોપ્ટર કાબૂ બહાર જઈને જમીન સાથે અથડાયું. અકસ્માતનું સૌથી સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે તમામ ઉપલબ્ધ સાક્ષીઓની તપાસ કરી. આ સિવાય ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના તારણોના આધારે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

નિયંત્રણમાં હોવા છતાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની ટ્રાઈ-સર્વિસ તપાસ ટીમ દ્વારા અકસ્માત પાછળનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે. 5 જાન્યુઆરીએ તેમણે તપાસના તારણો અંગે મંત્રી રાજનાથ સિંહને જાણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે સંપૂર્ણપણે પાયલટના નિયંત્રણમાં હતું. પરંતુ વાદળોના કારણે તે તેના નિયંત્રણમાં હોવા છતાં તૂટી પડ્યું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આવા અકસ્માતોમાં પાઇલોટ અથવા ક્રૂ મેમ્બર જોખમથી અજાણ હોય છે.

આ અકસ્માત 8 ડિસેમ્બરે થયો હતો

તમને જણાવી દઈએ કે, 8 ડિસેમ્બરે સીડીએસ રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સેનાના જવાનો સુલુર એરબેઝથી વેલિંગ્ટન એરબેઝ માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. હેલિકોપ્ટર તેના ગંતવ્ય સ્થાને પહોંચે તેની થોડી મિનિટો પહેલાં, સુલુર એરબેઝ કંટ્રોલ રૂમનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો. આ પછી હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી સામે આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો