Helly Shah’s 'falling in a suitcase and getting kidnapped' in Ishq Mein Marjawan funny
  • Home
  • Featured
  • સીરિયલના એક વિચિત્ર સીનથી ગોથે ચડ્યા લોકો, કિડનેપીંગ કે પછી મજાક? સોશિયલ મીડિયામાં ઉડી ઠેકડી

સીરિયલના એક વિચિત્ર સીનથી ગોથે ચડ્યા લોકો, કિડનેપીંગ કે પછી મજાક? સોશિયલ મીડિયામાં ઉડી ઠેકડી

 | 2:25 pm IST

ટ્વિટર પર ભારતીય ટીવી સીરિયલનનો એક સીન વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકો હેરાન પરેશાન છે. મહિલા લપસીને એક દિવાલથી ટકરાય છે અને સુટકેસની અંદર પડે છે. જે તેમા ફસાઇ જાય છે અને અંતમાં સુટકેસને પાણીમાં ડૂબતા જોવા મળે છે. કલર્સ ટીવી પર પ્રસારિત થનારી ‘ઇશ્ક મેં મરજાવાં 2’નો એક એપિસોડનો આ વિચિત્ર દ્રશ્યએ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર લોકો માટે ખરેખર આશ્ચર્ય કરનારો છે. આ વીડિયોને લોકો દ્રારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં રિધિમાં ઘરમાંથી જતી હોય છે. જ્યાં તે સુટકેસ તરફ જાય છે એક દિવાલથી તેનું માથું અથડાય છે તે બેભાન થઇ જાય છે અને સુટકેટમાં પડે છે. તે પછી એક વ્યક્તિ આવે છે અને તે બેગને સ્વીમિંગ પુલમાં ધકેલતો જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન