જાણી લો આ કિચન ટિપ્સ, જે તમને પળે-પળે આવશે કામ - Sandesh
  • Home
  • Lifestyle
  • જાણી લો આ કિચન ટિપ્સ, જે તમને પળે-પળે આવશે કામ

જાણી લો આ કિચન ટિપ્સ, જે તમને પળે-પળે આવશે કામ

 | 2:09 pm IST
  • Share

રસોઈનું નામ સાંભળતા જ મોઢામાં લાજવાબ ખાવાનો સ્વાદ પણ આવી જાય છે. પણ શું તમે જાણો છો કે, કેટલીક સહેલી ટિપ્સ અપનાવીને તમે પરફેક્ટ કુક બની શકો છો. તો જાણી લો તમે પણ આ સરળ ટિપ્સ વિશે…

આમલેટ
જો તમે ઘરે આમલેટ બનાવતા હોવ તો તે પહેલા તેમાં થોડુ દૂધ અને પાણી નાખીને સારી રીતે ફેંટો. તેનાથી આમલેટ ફુલેલુ અને ટેસ્ટી પણ બનશે.

ફ્લાવર
ફ્લાવરના સફેદ રંગને કાયમ રાખવા માટે બનાવતી વખતે તેમાં એક ટેબલ સ્પૂન દૂધ નાખી દો.

લીંબૂનો રસ
લીંબૂના રસને જો 15-20 દિવસ સુધી રાખવો હોય તો તેના રસને બરફ જમાવવાની ટ્રેમાં નાખીને જમાવી લો. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

ચોખા
ચોખાને સફેદ અને ફુલેલા બનાવવા માટે બનાવતી વખતે તેમાં થોડા લીંબૂના ટિપા નાખી દો.

બિરયાની
બિરયાની માટે ડુંગળીને ફ્રાય કરતી વખતે તેમાં એક ચપટી ખાંડ નાખો. તેનાથી એ જલ્દી બ્રાઉન થઈ જશે.

દાળ
દાળ ઉકાળતી વખતે તેમાં થોડુ તેલ નાખીને પકવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દાળ સારી અને ટેસ્ટી પણ બનશે.

ચોખાનો લોટ
શાક બનાવતી વખતે ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં થોડો ચોખાનો લોટ મિક્સ કરી દો.

કાજૂ પેસ્ટ
ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં કાજૂની પેસ્ટ નાખીને તેને પકવો. તેનાથી સ્વાદ પણ વધી જશે.

ખસખસ
રસોઈ બનાવતી વખતે ભૂલથી જો તેમાં વધુ પાણી પડી ગયુ હોય તો તેને જલ્દી ઘટ્ટ કરવા માટે તેમાં ખસખસની પેસ્ટ બનાવીને નાખી દો. અને પછી તેને ફાસ્ટ ગેસ પર પકવો.

પુરી
પુરીને ક્રિસ્પી બનાવવા માટે લોટ બાંધતી વખતે તેમાં એક ટેબલસ્પૂન રવો અને થોડો ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરી દો.

મટર
વટાણાનો રંગ લીલો રાખવા માટે તેને ઉકાળતી વખતે ચપટી ખાંડ નાખી દો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો