Hema Malini's Father Used To Go On Shooting To Stop Meeting Her With Dharmendra
  • Home
  • Entertainment
  • Bollywood
  • હેમા માલિનીના જન્મદિવસે જાણો તેમના જીવન સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો

હેમા માલિનીના જન્મદિવસે જાણો તેમના જીવન સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો

 | 11:46 am IST
  • Share

  • 16 ઓક્ટોબરના રોજ છે હેમા માલિનીનો જન્મ દિવસ

  • હેમા માલિની અને ધર્મેન્દ્રની લવ સ્ટોરી છે ખાસ

  • ધર્મેન્દ્રને મળવાથી રોકવા માટે હેમાના પિતા કરતા હતા આવું

બોલિવૂડની ડ્રિમગર્લ હેમા માલિની અને હીમેન ધર્મેન્દ્રની લવ સ્ટોરી ખૂબ જ પ્રખ્યાત છે. હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે અને તેમનું પ્રેમ પ્રકરણ ફિલ્મ સોલીના શૂટિંગ દરમ્યાન પણ ખૂબ જ ચર્ચાઓમાં હતું. ભલે બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા અને પોતાનો સંસાર વસાવ્યો પણ હેમા માલિનીના પિતા તેમના પ્રેમના વિરુદ્ધ હતા. તેઓ નહોતા ઇચ્છતા કે હેમા માલિની ધર્મેન્દ્રને મળે કે તેની નજીક જાય. એટલે જ જયારે હેમા માલિની શૂટિંગ પર જતા ત્યારે તેના પરિવારનું કોઈને કોઈ સભ્ય શૂટિંગ પર હાજર રહેતું. ઘણીવાર તો તેમના પિતા જ શૂટિંગ પર પહોંચી જતા. એમની પર નજર રાખવામાં આવતી અને બંનેના મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દરેક સમયે હેમા માલિની પર નજર રાખવામાં આવતી કે તે કોઈ પણ રીતે ધર્મેન્દ્રને ન મળી શકે.

શૂટિંગમાં પરિવારના સભ્યો રહેતા સાથે

હેમા માલિની તે દિવસોમાં પ્રસિદ્ધ થઈ ચુક્યા હતા. પરંતુ પરિવારના સભ્યો ઇચ્છતા ન હતા કે તેમની દીકરીનું નામ પહેલાથી જ પરણેલા ધર્મેન્દ્ર સાથે જોડાય. તેથી જ તેમની માતા અને કાકી બંને શૂટિંગ દરમિયાન વારંવાર આવતા હતા.

પિતા રાખતા ખાસ નજર

જ્યારે પરિવારને હેમા માલિનીના સંબંધો વિશે ખબર પડી ત્યારે તેમના પિતાએ તેમના પર નજર રાખવાનું શરૂ કર્યું. ઘરે આવતા તમામ ફોનથી લઈને શૂટ સુધી તે અચાનક પહોંચી જતા હતા. હેમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે શોલેમાં એક ગીતના શૂટિંગ દરમિયાન તેમના પિતા અચાનક પહોંચી ગયા હતા જેથી તે ધર્મેન્દ્રની નજીક ન જઈ શકે.

હેમા માલિનીએ જણાવ્યું હતું કે ઘણીવાર શૂટિંગ દરમિયાન અથવા શૂટિંગ ખતમ થયા પછી, મારા પિતા તરત જ મારી સાથે કારમાં બેસી જતા હતા. જેથી હું ધર્મેન્દ્ર સાથે કારમાં મુસાફરી ન કરી શકું. તેઓ ઘણીવાર કારની આગળની સીટ પર જઈને પહેલેથી જ બેસી જતા હતા.

લાખ પ્રયત્નો પછી પણ અલગ થઈ શક્યા નથી

70 ના દાયકામાં ધર્મેન્દ્રનું દિલ હેમા માલિની પર આવી ગયું હતું. લાખ પ્રયત્નો પછી પણ 1980માં ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ બદલ્યો અને હેમા સાથે બીજા લગ્ન કરી લીધા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો