Here is 15th january 2022 know here zodiac sign rashifal video
  • Home
  • Astro
  • જાણો 15 જાન્યુઆરીના રોજ કેવો રહેશે 12 રાશિના જાતકોનો દિવસ, થશે લાભ કે નુકસાન

જાણો 15 જાન્યુઆરીના રોજ કેવો રહેશે 12 રાશિના જાતકોનો દિવસ, થશે લાભ કે નુકસાન

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

મેષ

આ સમયમાં કેટલીક નવી શુભ શરૂઆત થવાથી આનંદ મળે, ચિંતા, અજંપો દૂર થાય, કાર્ય સફળતા.

વૃષભ 

આપની ગૃહજીવનની સમસ્યા પ્રશ્ને જીવનસાથી યા સગાં-સ્નેહીના સંબંધો અંગે તણાવ જણાય.

મિથુન 

આપના મનની મૂંઝવણ વધશે, નાણાભીડ રહે, અવરોધ-તબિયત ચિંતા જણાય.

કર્ક 

આપની ધારેલી કામગીરી ફળશે, ભાગ્યનો સાથ મળશે, તક સર્જાય, પ્રવાસ- મિલન-મુલાકાત થાય.

સિંહ 

આપના સંપત્તિ- મકાન, વાહન કે અન્ય કાર્યો અંગે સાનુકૂળતા, તક સર્જાય, તણાવ દૂર થાય.

કન્યા 

લાભદાયી તક માટે પ્રગતિના સંજોગ સર્જાય, સ્નેહીથી મિલન-મુલાકાત, પ્રવાસ.

તુલા 

પ્રયત્નોનું વધુ વિલંબે ફળ મળે,ખર્ચ વ્યયથી સંભાળવું, ચિંતા દૂર થાય, ધંધામાં અંતરાય, પ્રતિકૂળતા જણાય.

વૃશ્વિક 

આ સમયમાં પ્રતિકૂળતા જણાય, ચિંતા-તણાવ અનુભવાય, ગૃહવિવાદ ટાળજો.

ધન

સામાજિક કાર્ય થાય, આવક ઓછી થાય, કૌટુંબિક કાર્ય ક્ષેત્રે સફળતા મળે.

મકર 

લાભ સામે વ્યયનો અનુભવ, પ્રવાસ, સગાં-મિત્ર ઉપયોગી બને.

કુંભ 

નસીબ નબળું લાગે, પ્રવાસ થાય, નવીન તક મળે પણ ધીમી ફળે.

મીન 

અગત્યના કામ થઈ શકે, ધંધામાં પ્રગતિ, લાભદાયી કાર્યરચના, સગાં મિત્રથી મિલન.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો