here is today horoscope 12th September 2021 know Rashifal zodiac Sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે ભાદરવા સુદ છઠ્ઠ અને રવિવાર, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

આજે ભાદરવા સુદ છઠ્ઠ અને રવિવાર, જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

નાણાકીય તંગીનો ઉપાય મળે, મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય, સ્નેહીથી સહકાર.

વૃષભ

ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું, મનની મુરાદ મનમાં રહે, તબિયત સાચવવી.

મિથુન

સ્નેહીથી સહકાર મેળવી શકશો, નાણાભીડનો ઉકેલ મળતો જણાય, પ્રવાસ સફળ બને.

કર્ક

આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય, કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.

સિંહ

આવક સામે જાવક વધતી લાગે, તબિયત અંગે ચિંતા રહે, સંપત્તિના કામ થાય.

કન્યા

આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૃરી માનજો, નાણાભીડ.

તુલા

ધીમે ધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય, કૌટુંબિક પ્રશ્નોનો હલ મળે.

વૃશ્વિક

પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે, વિઘ્ન દૂર થાય.

ધન

આપની મહેનત રંગ લાવતી જણાય, વ્યવસાયિક ચિંતા હળવી બને, મહત્ત્વની મુલાકાત થાય.

મકર

સામાજિક કાર્ય સફળ બને, વ્યવસાયિક કાર્યમાં વિઘ્ન- વિલંબ થાય, સંતાનના કામ થાય.

કુંભ

માનસિક અજંપો જણાય, ટેન્શન હળવું કરજો, સ્નેહી-મિત્રથી મિલન, લાભની તક.

મીન

સાનુકૂળતા અને પ્રસન્નતા જણાતા ચિંતા-અશાંતિ દૂર થાય, મિલન-મુલાકાત ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન