here is today horoscope 13th September 2021 know Rashifal zodiac Sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાદરવા સુદ સાતમ અને સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં, જાણો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

ભાદરવા સુદ સાતમ અને સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં, જાણો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

 | 6:30 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, નાણાભીડ અનુભવાય, આપની ઇચ્છા ફળતી લાગે, મહત્ત્વના કામ થાય.

વૃષભ

ખર્ચ વ્યય ખરીદી વધે નહીં તે માટે સજાગ રહેજો. મિલન-મુલાકાતથી આનંદ જણાય.

મિથુન

ધીમે ધીમે પ્રગતિનો માર્ગ ખૂલતો લાગે, વિશ્વાસે રહેવું નહીં, આર્િથક ચિંતા હળવી બને, આરોગ્ય ટકાવી શકશો.

કર્ક

અગત્યના કામકાજ માટે સાનુકૂળ તક મદદ સર્જાય, સ્વજનનો સાથ સહકાર મળે, પ્રવાસની તક મળે

સિંહ

આવક સામે ખર્ચા વધી ન જાય તે જોજો, અગત્યની તક માટે સ્નેહીથી સહાય, સંતાનના કામ આગળ વધે.

કન્યા

આશા અમર છે તે ઉક્તિ ન ભૂલવી, આપના પ્રયત્નોનું મીઠું ફળ મળે. સંપત્તિના કામમાં સફળતા મળે.

તુલા

આપની આવક વધારવાના પ્રયત્નો ફળદાયી નીવડે, મહત્ત્વની મુલાકાત સફળ નીવડે, સ્નેહીથી મિલન.

વૃશ્વિક

ચિંતા ચિતા સમાન એ ઉક્તિ યાદ રાખવી, શાંતિ, સંયમ, સમાધાન જરૃરી, મહત્ત્વના કામ આગળ વધે.

ધન

લાગણી, સ્વમાન ઘવાતા લાગે, માફ કરવાની વૃત્તિ શાતા બક્ષે, પ્રવાસમાં વિલંબ, વિઘ્ન જણાય.

મકર

મનની મુરાદ મનમાં રહેતી લાગે, સ્નેહીથી મિલન, તબિયત સુધરે, મિત્રો-ભાગીદારોથી સાચવવું.

કુંભ

સાનુકૂળતાના સંજોગો સર્જાતા જણાય, કૌટુંબિક બાબતની ગૂંચ ઉકેલાય, તબિયતની ચિંતા દૂર થાય.

મીન

આપના વિરોધીઓના હાથ હેઠા પડતા જણાય, ખર્ચ જણાય, પ્રવાસમાં વિલંબ-વિઘ્ન દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન