Historical coin SELLS for whopping Rs 138 Crore in New York
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બાપ રે! 138 કરોડમાં વેચાયો 1 સિક્કો, જાણો તેની ખાસિયત, તમારી પાસે છે આવો કોઇ Coin?

બાપ રે! 138 કરોડમાં વેચાયો 1 સિક્કો, જાણો તેની ખાસિયત, તમારી પાસે છે આવો કોઇ Coin?

 | 11:13 am IST
  • Share

આજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જો તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને એક એવા સિક્કા અંગે જણાવીએ છીએ કે જેને ખરીદવા માટે 138 કરોડ રૂપિયાની બોલી લાગી. તો આવો જણાવીએ વિગતે

આ 1400 રૂપિયાનો સિક્કો છે

રોયટર્સના મતે અમેરિકાના ન્યૂયોર્કમાં લગભગ 20 ડોલર એટલે કે 1400 રૂપિયાના સિક્કાની આટલી મોટી હરાજી થશે તેનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ છે. જોવામાં સાધારણ સોનાના સિક્કાની હરાજીની રકમ પણ વધતી ગઇ. આ સોનાનો સિક્કો 138 કરોડ રૂપિયામાં નીલામ થયો. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે એક દુર્લભ ટિકિટ પણ 60 કરોડમાં નીલામ થઇ.

જાણો છે શું સિક્કાની ખાસિયાત

રિપોર્ટના મતે આ સોનાનો સિક્કો 1933માં બન્યો હતો. જેની બંને બાજુ ઇગલની આકૃતિ હતી. આ સિક્કાની એકબાજુ ઉડતું ગરૂડ છે તો બીજી બાજુ આગળ વધતા લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેકટર સ્ટુઅર્ટ વીટસમેન દ્વારા વેચાયો છે. જો કે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેનો કોઇ ખુલાસો કરાયો નથી.

આ સિક્કો અત્યાર સુધી ખાનગી હાથોમાં હતો

કાયદાકીય રીતે ડબલ ઇગલનો આ સિક્કો અત્યાર સુધી ખાનગી હાથોમાં હતો. એવી સંભાવના વ્યકત કરાય રહી હતી કે Sotheby auctionમાં નીલામ કરાયેલ આ સિક્કો 73 કરોડથી 100 કરોડની વચ્ચે વેચાય શકે છે પરંતુ મંગળવારના રોજ જ્યારે નીલામી શરૂ થઇ તો હરાજીએ બધાના હોંશ ઉડાડી દીધા. જોત જોતામાં જ આ સિક્કાની કિંમતે કરોડોમાં પહોંચીને રેકોર્ડ કાયમ કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન