history tokyo also known as great tokyo air raid operation meetinghouse
  • Home
  • Featured
  • PHOTOS: ઈતિહાસનો સૌથી મોટો બોમ્બ ધડાકો, એક જ રાતમાં લાખો લોકોના ચીથડે-ચીથડા ઉડાડી દીધાંં

PHOTOS: ઈતિહાસનો સૌથી મોટો બોમ્બ ધડાકો, એક જ રાતમાં લાખો લોકોના ચીથડે-ચીથડા ઉડાડી દીધાંં

 | 6:27 pm IST

વિજ્ઞાન લોકો માટે જેટલું આશીર્વાદ સાબિત થયું છે, એટલું જ ખતરનાક પણ સાબિત થયું છે. એક એવો બોમ્બ ધડાકો થયો હતો કે, જેમાં આખા શહેર પર બોબ્મ ફેંકવામાં આવ્યા હતા અને એક જ રાતમાં લગભગ 1 લાખ લોકોનું મોત થયું હતું. આ માનવ ઈતિહાસનો સૌથી મોટો બોમ્બ ધડાકો હતો.

આ વિનાશક ધડાકો જાપાનની રાજધાની ટોક્યોમાં થયો હતો અને એને ‘બોમ્બિંગ ઓફ ટોક્યો’ અથવા ‘ગ્રેટ ટોક્યો એર રેઇડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ બોમ્બ વિસ્ફોટ હિરોશિમા અને નાગાસાકી પરમાણુ એટેલના ચાર મહિના પહેલા થયો હતો. પરંતુ આ વાતમાં સમાનતા એ છે કે, આ વિનાશક કામ પણ અમેરિકાએ જ કર્યું હતું.

બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. અમેરિકાએ એક ઓપરેશન લોન્ચ કર્યું, જેનું નામ રાખવામાં આવ્યું ‘ઓપરેશન મીટીંગહાઉસ’. આ કાર્યવાહી અંતર્ગત યુ.એસ.એ તેના 279 બોઇંગ બી -99 વિમાનને ટોક્યો બોમ્બ પર મોકલ્યા હતા. આ ઓપરેશન 9 માર્ચ 1945ની રાત્રે શરૂ થયું હતું, અને અમેરિકન વિમાનોએ આખા ટોક્યો શહેરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું શરૂ કર્યું હતું.

10 માર્ચ 1945ના રોજ સવારે ‘ઓપરેશન મીટીંગહાઉસ’નો અંત આવ્યો. એટલે કે આ કામગીરી ફક્ત એક જ દિવસ ચાલી હતી, પરંતુ આ એક દિવસમાં અમેરિકન વિમાનોએ એટલો બોમ્બ ફેંક્યા કે લગભગ એક લાખ લોકો માર્યા ગયા અને 1.25 લાખથી વધુ લોકો ઘાયલ થયા. આ સિવાય લગભગ એક મિલિયન લોકો બેઘર બન્યા હતા. જો કે, આ ઘટનામાં અમેરિકાના 14 વિમાન પણ ક્રેશ થયા હતા અને જેમાં લગભગ 96 વાયુસૈનિક માર્યા ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકી વિમાનોએ ટોક્યો પર લગભગ 1665 ટન બોમ્બ નાંખ્યા હતા. આ ઘટનામાં 64 હજારથી પણ વધારે ઈમારતો અને ઘર પુરી રીતે તબાહ કરી નાખવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન