Hit and Run Case At Patan 2 people Dead
  • Home
  • Gujarat
  • પાટણમાં હિટ એન્ડ રનની દુર્ઘટનામાં 2 લોકોના મોત, લોકોમાં ભયનો માહોલ

પાટણમાં હિટ એન્ડ રનની દુર્ઘટનામાં 2 લોકોના મોત, લોકોમાં ભયનો માહોલ

 | 1:16 pm IST
  • Share

  • પાટણમાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત

  • જીમખાનાથી અનાવાડા રોડ પર સર્જાયો અકસ્માત

  • એક મકાનમાં જીપ ઘુસી જતા સર્જાયો અકસ્માત

પાટણ શહેરમાં હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આવેલા જીમખાનાથી અનાવાડા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે.

ખુલ્લી જીપના ચાલકે અકસ્માત સર્જ્યો

મળતી માહિતી અનુસાર પાટણ રોડ પર ખુલ્લી જીપના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રોડ પરના મકાનમાં જીપ ઘૂસી ગઈ અને દુર્ઘટના બની. જ્યારે આ બનાવ બન્યો કે તરત જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પછી માહિતિ મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસ કરી રહી છે તપાસ

ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને સાથે જ ઘટનાનો તાગ મેળવવાની કોશિશ શરૂ કરી છે. પરંતુ ઘટના કેવી રીતે બની તેની કોઈ માહિતિ સામે આવી નથી. આ સિવાય કાર ચાલકની પણ કોઈ ભાળ હજુ સુધી મળી નથી. જે પરિવારે તેમના 2 વ્યક્તિઓને આ દુર્ઘટનામાં ખોવ્યા છે તેઓ આક્રંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો