home guard recruitment Physical Test in Aravalli
  • Home
  • Gujarat
  • અરવલ્લી: હોમગાર્ડની ભરતીમાં યુવકને છાતીમાં દુ:ખાવો, હોસ્પિટલમાં મોત

અરવલ્લી: હોમગાર્ડની ભરતીમાં યુવકને છાતીમાં દુ:ખાવો, હોસ્પિટલમાં મોત

 | 3:39 pm IST
  • Share

  • ફિજિકલ ટેસ્ટ બાદ યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો
  • મૃતકને 3 વર્ષ અને 7 મહિનાના બે બાળકો
  • યુવકે નાનપણમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવતા કાકાએ કર્યો ઉછેર

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં હોમગાર્ડની ભરતી માટે પહોંચેલા યુવકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોડાસાના સાકરીયા ગામમાં ચાલી રહેલી હોમગાર્ડની ભરતીમાં ભાગ લેવા પહોંચેલા યુવકને ફિજિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે.

મૃત યુવકે નાનપણમાં જ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેના કાકાએ તેનો ઉછેર કર્યો હતો. મૃતક યુવકને 3 વર્ષ અને 7 મહિનાના બે બાળકો છે. હાલ તો યુવકના મોતને પગલે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો