તમારા ઘરને એકદમ સુપર-ડુપર બનાવવા અપનાવો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારા ઘરને એકદમ સુપર-ડુપર બનાવવા અપનાવો આ ટિપ્સ

તમારા ઘરને એકદમ સુપર-ડુપર બનાવવા અપનાવો આ ટિપ્સ

 | 4:20 pm IST
  • Share

દરેકને પોતાના સપનાનું ઘર હોય તેવી અદમ્ય ઈચ્છા હોય છે. તે પછી તેને યોગ્ય રીતે શણગારીને તેને સુંદરથી અતિસુંદર બનાવવાની ખેવના પણ રાખે છે. જો કે મોટે ભાગે વ્યક્તિ જે વ્યવસાયથી સંકળાયેલ હોય તે જ પ્રકારનું આંતરિક સુશોભન તેના ધરમાં જોવા મળે છે. જેમ કે લેખકના ઘરમાં કબાટમાં મૂકેલા અમૂલ્ય પુસ્તકો જોવા મળશે, નાટ્યકારોના ઘરે નટરાજનું સ્ટેચ્યુ તેમજ પેઈન્ટરના ઘરે અત્યાધુનિક પેઈન્ટીંગ તમારી સર્જન શક્તિનું પ્રતિબિંબ પાડે છે. તમારું ઘર ભલે નાનું હોય પરંતુ થોડી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારું ઘર ખાસ લાગશે.

રંગ
ઘરની દીવાલનો રંગ, તમારું વ્યક્તિત્વ, તમારી પસંદ, તમારી માનસિકતા અને જીવનનું પ્રતિક હોય છે. તેથી દરેકે ધીરજપૂર્વક રંગની પસંદગી કરવી જોઈએ. આજે પેઈન્ટ બનાવતી કંપનીઓ રંગોની વિશાળ શ્રેણી આપતી હોવા છતાં ગ્રાહક કોમ્પ્યુટર પર બેસીને રંગની પસંદગી કરી શકે છે. ક્યારેક દીવાલનો રંગ, પડદા, સોફા, ઓશિકા વગેરે મેચિંગ કલરમાં રાખવા આવે છે તો ક્યારેક કોન્ટ્રાસ્ટ (વિરોધ) રંગો પર પસંદગી ઢોળવામાં આવે છે. આછા અને ઘેરા રંગોને કારણે ઘર વિચિત્ર લાગે છે. તેથી દીવાલોના રંગને અનુરૂપ ચીજવસ્તુઓના રંગની પસંદગી કરવી જોઈએ.

જગ્યા
કલાત્મક વસ્તુઓથી ઠસોઠસ ભરેલું ઘર સુંદર લાગતું નથી તથા મહેમાનોનું ધ્યાન ખેંચાતું નથી. તેથી બે ચીજ વસ્તુઓ વચ્ચે યોગ્ય અંતર રાખવું જોઈએ. કદાચ આ કારણે જ ઘરની આંતરિક સજાવટમાં હવે તે શો વિન્ડોનું કોઈ સ્થાન કે મહત્વ રહ્યું નથી. જે અગાઉના વર્ષોમાં દરેક ધરમાં અચૂક જોવા મળતી હતી. તેમાં બાળકોની ટ્રોફી, મેડલ્સ, મેળામાંથી ખરીદેલા અદ્યતન રમકડાં, લગ્નનાં ફોટા અને શંખ વગેરે ઘણી સુંદર રીતે ગોઠવવામાં આવે છે.

સાઈઝ
ઘરમાં રાખવાનો સામાન ખરીદતી વખતે તે કેટલી જગ્યા જોઈને લોકો તમારી યોગ્યતાનો અંદાજ પણ લગાવી શકે છે. લોકો તમે ગોઠવેલી વસ્તુઓનો કેવોક પ્રતિસાદ કે પ્રશંસા કરે છે તે પણ મહત્વનું છે. મોટાભાગે નાના ડ્રોઈંગ રૂમમાં મોટો સોફા રાખવામાં આવે છે તથા દીવાલને અડકેલો હોવાથી મોટા ડાઈનિંગ ટેબલનો ઉપયોગ કરી શકાતો નથી. ઘણીવાર ઘણો મોંઘા સોફા સામાન્ય લુક આપે છે જ્યારે નેતરનો સસ્તો સોફા તેનાથી પણ ખાસ લાગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો