હૃદયને મજબૂત રાખતી હોમિયોપેથીક દવાઓ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • હૃદયને મજબૂત રાખતી હોમિયોપેથીક દવાઓ

હૃદયને મજબૂત રાખતી હોમિયોપેથીક દવાઓ

 | 4:15 am IST
  • Share

હેલ્થ ઈઝ વેલ્થઃ ડો. રાજેશ્વરી દોશી

એક મિનિટમાં આશરે ૭૨ વાર ધબકતું અને આમ જિંદગીમાં કરોડો વખત ધબકતું અને આપણા શરીર ઝેરી, બિનઝેરી ખોરાકી તત્ત્વો હેરફેર કરવા માટેના પમ્પની ગરજ સારતું અંગ હૃદય, એ આપણા જન્મથી મૃત્યુ સુધી સતત કાર્ય કરે છે.

તેનું કાર્ય કરવાનું અટકે તેને આપણે મૃત્યુ તરીકે ઓળખીએ છીએ ત્યારે આપણો આત્મા શરીરનો ત્યાગ કરે છે. માટે હૃદય ને જીવન કહયું છે.

આપણું જીવન લંબાવવા-ટકાવવા માટે આપણું હૃદય તંદુરસ્ત અને મજબૂત હોવું જરૂરી છે, બનાવવું જરૂરી છે. હૃદયના વિવિધ પ્રકારના અનેક રોગો અને કારણો છે તેમાં મુખ્ય કારણ હાઇબ્લડ પ્રેશર.

હાઇબ્લડ પ્રેશરની લાંબા ગાળાની અસરથી હૃદય નબળું પડે છે અને પહોળું થઇ શકે છે.

હૃદયની લોહીની નળી બ્લોક થવું, તેમાં મુખ્યત્વે કોલેસ્ટેરોલ જવાબદાર હોય છે.

કિડનીના રોગોથી બીપી વધે છે અને હૃદયને નુકસાન પહોંચે છે.

આપણા દેશમાં લોહતત્ત્વ (આર્યન) ની ઉણપથી એનિમિયા અને તેની અસરથી હૃદયરોગ થાય છે. લિવર ફેફ્સાનાં રોગો (ખાસ કરીને અસ્થમા) વગેરે…….

હૃદયને સૌથી વધુ અસર માનસિક ચિંતા-તણાવ વગેરેથી થાય છે. તેનાથી હૃદય જ નહીં સમગ્ર શરીરના દરેક અંગને નુકસાન થાય છે.

કેટલાક વાયરસ- બેકટેરિયા-જીવાણુ દ્રારા હૃદયની દીવાલને નુકસાન પહોંચતું હોવાનું નોંધાયું છે.

લોહી વધારે પડતું કોલેસ્ટેરોલના કારણે પણ હૃદય કે હૃદયની નળી પર અસર પડી શકે છે.

હૃદયને નુકસાન પહોંચે કે શરૂઆત થાય ત્યારે ઉપર મુજબનાં લક્ષણો દેખાય છે, પરંતુ બીજા સબંધિત રોગ સાથે થોડા જુદા-જુદા લક્ષણો પણ દેખાય જેમાં છાતીમાં ભીંસ આવે, છાતીમાં દુઃખાવો થાય, ધબકારા વધી જાય, માથામાં લબકારા મારતો દુઃખાવો થાય, મગજ સુન્ન થઇ જાય, વધારે પડતી ઊંઘ આવે કે ઊંઘ ઊડી જાય, કયારેક ધબકારા ઘટી જાય, અચાનક પરસેવો થઇ જાય, થોડું ચાલતા હાંફ ચડી જાય, ગભરામણ થાય, થાક લાગે, પગના ગોટલા દુઃખે, હાથ-પગ મોંઢા પર સોજા આવે. ચક્કર આવે, સૂકી ઉધરસ આવે, આમાંના એક અથવા વધારે લક્ષણ સાથે હૃદયની તકલીફ્ની અસર દેખાય છે.

હૃદય રોગની સાથે કિડનીની તકલીફ જોડાયેલી હોય તો લોહીમાં ક્રિએટીનનું પ્રમાણ વધે છે અને ઊબકા-ઊલટી થાય છે.

હૃદયની તકલીફ ફેફ્સાં સાથે સંબંધિત હોય તો દર્દીને કફ જણાય, ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ જણાય.

હૃદયને લોહી ઓછું પહોંચતું હોય તો મોટા ભાગે છાતીમાં દુઃખાવા સાથેની તકલીફ પહેલા જણાય.

આપણું હૃદય નબળું પડે તેની સાથે જીવન નબળંુ પડે, આમ યોગ્ય ખોરાક કસરત, યોગ, ઔષધથી હૃદયને મજબૂત રાખી શકાય અને આપણે સ્વસ્થ સુંદર મજબૂત આનંદદાયક જીવન જીવી શકીએ.

નિસર્ગોપચારકોના મતે હળવી કસરત, પ્રાણાયામ, સવાસન, ધીમી ગતિએ કરતા સૂર્યનમસ્કાર (સૂર્યનમસ્કાર કરતી વખતે વિટામિન ડી બનાવવાની પ્રક્રિયા ઝડપી બને છે, જે હૃદયને મજબૂત બનાવે છે) વગેરે કરવા….

દૂધીનો રસ, કોબીજનો રસ તથા કેટલાક ફ્ળો જેમ કે લીંબુ, નારંગી, સંતરા, કેરી વગેરેના રસ વિટામિન સી નું પ્રમાણ વધારે છે તેના કારણે લોહીની નળી જાડી થતા અટકે છે અને બીપી ઘટે છે. શાકભાજીમાં બ્રોક્નોલી, ગાજર, શકકરિયા, પાલક, ટમેટા વગેરે ઉપયોગી છે. આખું અનાજ અથવા અડધા દળેલંુ અનાજ વાપરવાથી કોલેરેસ્ટોલનું પ્રમાણ ઘટે છે અને હૃદય તંદુરસ્ત રહે છે. આપણા હૃદયની શરીરના લોહીની નળીને સાફ કરે છે. એન્ટિ ઓકિસડન્ટસ શરીરને શુધ્ધ કરે છે. લસણ ખાવાથી હૃદયનો હુમલો થતા અટકાવે છે. તે લો ડેનસીટી લાઈપોપ્રોટીન તથા લો ડેનસીટી લાઈપોપ્રોટીનનો ગુણોત્તરમાં સુધારો કરે છે.

હૃદય રોગના દર્દીઓએ ખોરાકમાં મીઠું ઓછું કરવું અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી, ઉજાગરા બંધ કરવા, માનસિક તણાવથી દૂર રહેવું, તમાકુ-સિગારેટ વગેરે બંધ કરવા.

હોમિયોપેથીમાં હૃદયને મજબૂત કરવાની અનેક ઔષધી છે જેમાં બેલાડોના, એકોનાઇટ, ક્રેટેગસ, સાપના ઝેરમાંથી બનતી હોમિયોપેથીક દવા લેકેસીસ, નાઝા, ક્રોટોનસ હોરીડસ, ડિજીટાલીસ, કેલ્કેરિયા ફ્લોરિકા, ફેરમ ફેસ ક્રેકટસ ગ્રન્ડીફેરા, પલ્સેટીલા, સ્પાઇજેલીયા વગેરે વાપરી શકાય.

હોમિયોપેથીમાં દર્દીની મીઠાની જરૂરિયાત માટેની ઔષધીઓ આપી છે અને લોહીની નળીની સ્થિતિસ્થાપકતા વધારી હૃદય પર શ્રમ ઓછા કરવા માટે સોનામાંથી બનાવાતી દવા વપરાય છે અને દર્દીનો સ્વભાવ અને ઉત્સાહ બદલી શકાય છે.

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો