Hospitals To Check Covid vaccination Status Of Patients
  • Home
  • Featured
  • ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર પહેલા રસીકરણની વિગતો આપવી ફરજિયાત

ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર પહેલા રસીકરણની વિગતો આપવી ફરજિયાત

 | 3:28 pm IST
  • Share

  • સરકારી અને ખાનગી હોસ્પિટલોને આરોગ્ય વિભાગની સૂચના
  • દર્દીના કેસ પેપર પર રસીકરણના ડોઝની વિગતો લખવાની રહેશે
  • આરોગ્ય કમિશ્નરે તમામ કલેક્ટર-DDOને લખ્યો પત્ર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. જો કે ત્રીજી લહેરની આશંકાને જોતા વહીવટી તંત્ર દ્વારા વૅક્સિનેશન અભિયાનને સતત વેગ આપવામાં આવી રહ્યો છે. આ રણનીતિ અંતર્ગત ગવે રાજ્ય સરકારે તમામ હોસ્પિટલોને ખાસ સૂચના આપી છે. જેમાં દર્દીને સારવાર આપતા પહેલા રસીકરણની માહિતી આપવાની રહેશે.

આ અંગે રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ તમામ જિલ્લા કલેક્ટર અને DDOને પત્ર લખીને સૂચના આપી છે. જેમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીના કેસ પેપર ઉપર રસીકરણના ડોઝની વિગતો પણ આપવાની રહેશે.

તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને રાજ્યના આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે, દરેક દર્દીના કેસ પેપર ઉપર તેણે કેટલા ડૉઝ લીધા છે? તેની માહિતી લખવાની રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 16 ઑક્ટોબર સુધી ગુજરાતમાં 4.38 કરોડ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. જ્યારે 2.24 કરોડ લોકોને બીજો ડોઝ મળી ચૂક્યો છે. જો ગઈકાલની વિગતો પર નજર નાંખીએ તો, સાંજે 4 વાગ્યા સુદધી રાજ્યમાં કુલ 3,61,852 લોકોએ કોરોનાની વૅક્સિન લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો