Hours after Erdogan rakes up Kashmir at UNGA
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તુર્કીના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉછાળીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

તુર્કીના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉછાળીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

 | 8:55 am IST
  • Share

તુર્કીના પ્રમુખ રજબ તૈયબ એર્દોગોને સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની વિશ્વ નેતાઓની બેઠકમાં ફરી કાશ્મીર રાગ આલાપ્યો છે. ગયા વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્રને કરેલા વીડિયો સંબોધનમાં તેમણે જમ્મુ- કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. ભારતે તે વખતે એર્દોગોનનું નિવેદન અસ્વીકાર્ય હોવાનું કહીને જણાવ્યું હતું કે, તુર્કીએ અન્ય દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરીને પોતાની નીતિઓ વિશે ગંભીરતાથી વિચારવાની જરૃર છે. તુર્કીના પ્રમુખ અર્દોગોને મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તુર્કી વીતેલા ૭૪ વર્ષથી કાશ્મીર સમસ્યાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો મુજબ બંને પક્ષો વચ્ચેના સંવાદથી લાવવામાં આવે તે મુજબનું વલણ જાહેર કરતું આવ્યું છે.  ભારતના વિદેશ મંત્રાલયે તે તબક્કે ટિપ્પણી આપતાં જણાવ્યું હતું કે, એર્દોગોનની ટિપ્પણી ઇતિહાસની સમજથી પર છે અને રાજદ્વારી વર્તણૂકથી પણ વિપરીત છે. તેમના આવા નિવેદનો ભારતના તુર્કી સાથેના સંબંધોને પ્રભાવિત કરી શકે છે.

મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાને સંબંધોન કરતાં તુર્કીના પ્રમુખે ચીનના લઘુમતી મુસ્લિમ ઉઇઘુર સમુદાય અને મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એર્દોગોને જણાવ્યું હતું કે, ચીનના ઉઇઘુર તુર્કના પાયાના અધિકારોના રક્ષણ માટે વધુ પ્રયાસ થવાની જરૃર છે. અમેરિકા અને યુરોપ પણ ચીન પર ઉઇઘુર મુસ્લિમોના નરસંહારના આક્ષેપ મૂકીને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જૂથો દ્વારા તેની તપાસ થવી જોઈએ તેની માગણી કરી ચૂક્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો