How do you know care of a beauty product? Keep meditating this way
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • કેવી રીતે જાણશો બ્યુટી પ્રોડક્ટનું આયુષ્ય ? આ રીતે રાખો ધ્યાન

કેવી રીતે જાણશો બ્યુટી પ્રોડક્ટનું આયુષ્ય ? આ રીતે રાખો ધ્યાન

 | 6:01 pm IST
  • Share

બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્ન : મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારા મિત્રો મારફત ઘણી વખત મેકઅપ સેટિંગ સ્પ્રે વિશે સાંભળ્યું છે. તો ખરેખર મેકઅપ કર્યાં બાદ મેકઅપ સેટિંગ સ્પ્રે લગાવવું જરૂરી છે અને મેકઅપ સેટિંગ સ્પ્રેથી શું ફાયદો થાય છે અને તે કેવી રીતે વાપરવું તે પણ જણાવશો?

જવાબ : મેકઅપ સેટિંગ સ્પ્રેનો ઉપયોગ મેકઅપને વધારે સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. તે તમારા ફાઉન્ડેશનથી માંડીને બ્લશ અને હાઈલાઈટરને પ્રસરવાથી રોકે છે. જેમ તમે હેરસ્ટાઈલ સાચવી રાખવા માટે હેર સ્પ્રે લગાવો છો તેમ મેકઅપ કર્યાં બાદ મેકઅપને લાંબો સમય સુધી સાચવી રાખવા મેકઅપ સેટિંગ સ્પ્રે લગાવવું જરૂરી છે. તેનાથી તમારા ચહેરા પર સ્મજિંગ અથવા ક્રીજિંગ થતી નથી. મેકઅપ સેટિંગ સ્પ્રે એ મેકઅપનો છેલ્લો સ્ટેપ છે. તે તમારા મેકઅપને લોક કરે છે અને તેને મેલ્ટ થતો રોકે છે. મેકઅપ કર્યાં બાદ તેને હેર સ્પ્રેની જેમ ચહેરા પર અને ગળા પર સ્પ્રે કરવાનું હોય છે. સ્પ્રે કરતા પહેલાં બોટલને સારી રીતે હલાવવાનું ન ભૂલવું.

પ્રશ્ન : નમસ્તે. મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારે જાણવું છે કે કઈ મેકઅપ પ્રોડક્ટનું કેટલું આયુષ્ય હોય, આપણને ક્યારે ખબર પડે કે હવે તે વાપરવાલાયક નથી?

જવાબ : તમારા મેકઅપ બોક્સમાં રાખેલી ઘણી એવી બ્યુટી પ્રોડક્ટ હશે જે તમને ખ્યાલ પણ નહીં હોય કે તેને તમે ક્યારે ખરીદેલી. લિપસ્ટિક, મસ્કારા અને કાજલ જેવી એવી ઘણી બ્યુટી પ્રોડક્ટ છે જેના પર એક્સપાયરી ડેટ લખેલી હોતી નથી. તેવામાં તે વાપરવાલાયક છે કે નહીં તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમારી મનગમતી કેટલીક બ્યુટી પ્રોડક્ટને ખરીદે કેટલાક મહિના અથવા વર્ષ થઈ ગયાં હોય તો બની શકે તે વાપરવાલાયક નથી. આ ઉપરાંત કેટલીક બ્યુટી પ્રોડક્ટ અમુક ચોક્કસ સમય સુધી જ ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે, આઈલાઈનર – ૦૬ મહીનાથી ૦૧ વર્ષ , મસ્કારા – ૦૩થી ૦૬ મહિના, બ્લશ, આઈ શેડો અને બાકીના પાઉડર કોસ્મેટિક્સ – ૦૧થી ૦૨ વર્ષ, ફાઉન્ડેશન – ૦૬ મહિનાથી ૦૨ વર્ષ, લિપસ્ટિક – ૦૨ વર્ષ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન