How India exits lockdown will show its preparedness?
  • Home
  • Corona live
  • શું લોકડાઉનનો સમયગાળો વધશે? ટીમ મોદીની બેઠક બાદ આ વાતોની ચર્ચાએ પકડ્યું જોર

શું લોકડાઉનનો સમયગાળો વધશે? ટીમ મોદીની બેઠક બાદ આ વાતોની ચર્ચાએ પકડ્યું જોર

 | 10:52 am IST

21 દિવસના લોકડાઉનને 14મી એપ્રિલથી આગળ વધારાશે કે નહીં તેના પર હાલ નિર્ણય લેવાયો નથી. પરંતુ સોમવારના રોજ કેબિનેટ બેઠકમાં આવા પર ચર્ચા થઇ છે કે સૌથી વધુ કેસવાળા જિલ્લાનો સંપૂર્ણપણે તોડી દેવામાં આવ્યો. રાજ્યોની વચ્ચે અવરજવર બંધ રહે અને વૃદ્ધોને ઘરોમાં જ રાખવામાં આવે.

14મી તારીખ પછી ટ્રેન, બસ, મેટ્રો ચાલશે?

સૂત્રોના મતે ટ્રેન ચાલુ થશે કે નહીં તેને લઇ હજુ જબરદસ્ત સસ્પેંસ છે. રેલવે ટ્રેનને બંધ રાખે તેવી શકયતા છે. જો કે આશંકિ ટ્રેન ચલાવામાં આવે પણ તે વાતને નકારી શકાય નહીં. બાકી કાર, બાઇક ચલાવા પર આગળની સ્થિતિને જોઇ નિર્ણય લેશે તેવી ચર્ચા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યની વચ્ચે કદાચ મુસાફરી 15 એપ્રિલથી તરત શરૂ ના પણ થાય.

દુકાનો ખૂલવી હાલ મુશ્કેલ

કોરોના લોકડાઉન બાદથી લોકોના કામ-ધંધા બંધ છે. નોકરિયાત લોકો તો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે પરંતુ દુકાનદારનો ધંધો વિખાઇ ગયો છે. પરંતુ જો સ્થિતિ બગડે છે તો તેમને કદાચ રાહત મળવી મુશ્કેલ થશે. રેસ્ટોરાંઓ માટે કદાચ ટેક અવેની સર્વિસ ચાલુ થાય. બેસીને ખાવાની નહીં.

બધાના મનમાં પ્રશ્ન કે 15મીથી ઓફિસ શરૂ થઇ જશે?

સૂત્રોના મતે કેબિનેટ મીટિંગમાં ઓફિસ ખૂલવા પર પણ ચર્ચા થઇ. તેમાં વડાપ્રધાને કહ્યું કે એ વિસ્તારોમાં સરકારી વિભાગોને ધીમે-ધીમે ખોલવાની યોજના બને જ્યાં કોરોનાના હોટસ્ટોપ તરીકે ઉભરી આવ્યા નથી.

હોટ સ્પોટ્સ પર 12મી મે સુધી વધારવાનો પ્રસ્તાવ

કોરોના મહામારીથી દેશના 62 જિલ્લાને સૌથી વધુ અસર થઇ છે. સરકારી સૂતરોના મતે આવા 62 જિલ્લામાં લૉકડાઉન 28 દિવસ એટલે કે 12મી મે સુધી વધારવાનો પ્રસ્તાવ છે.

રાજ્યોમાં આપ્યા સંકેત, વધશે લોકડાઉન

કેન્દ્ર સરકારે ફાઇનલ નિર્ણય હજુ લીધો નથી. પરંતુ કેટલાંક રાજ્યોએ સંકેત આપી દીધા છે કે લોકડાઉન આગળ વધી શકે છે. યુપીના એડિશનલ ચીફ સેક્રેટરીએ ઇશારો કરી દીધો છે કે 14મી એપ્રિલ બાદ પણ લોકડાઉન ચાલુ રહી શકે છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે લોકડાઉનને બે સપ્તાહ વધારવાની ભલામણ કરી છે. એક રિપોર્ટ પણ આવ્યો છે કે તેલંગાણામા 3 જૂન સુધી લોકડાઉનની માંગણી કરી છે. આ જ રીતે ગૌતમ બુદ્ધ નગર વિસ્તારમાં પણ આ આખા મહિના માટે કલમ 144 લાગૂ કરાઈ છે.

ખેતીની સાથે કંસ્ટ્રકશન વર્કને મળી શકે છે છૂટ

21 દિવસના લોકડાઉનમાં ખેતી સાથે જોડાયેલા કામને છૂટ છે. આ જ રીતે સરકાર નાના મોટા ચિનાઇ, બાંધકામને છૂટ આપી શકે છે તેવું સૂત્રોનું કહેવું છે. લોકડાઉનના લીધે દહાડી મજૂરો ખૂબ પરેશન છે.

સરકારી ઓફિસરોમાં કામ કરવાની રીત બદલાશે

કેબિનેટની મીટિંગ બાદ ઓફિસરોને કહેવામાં આવ્યું છે કે આવતા 8 દિવસ એ અંગે વિચારો કે લોકડાઉન બાદ કામ કેવી રીતે કામ થશે. સૂત્રોના મતે તેમાં વર્ક ફ્રોમ હોમ, શિફ્ટનું રોસ્ટર, ટેકનિકી બાબતો વગેરે પર વિચાર થઇ રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ : દેશમાં કોરોના વાયરસથી 4778 લોકો સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન