કેવી રીતે વાઇરસને હરાવવો અને કોવિડમુક્ત ભારત બનાવવું? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કેવી રીતે વાઇરસને હરાવવો અને કોવિડમુક્ત ભારત બનાવવું?

કેવી રીતે વાઇરસને હરાવવો અને કોવિડમુક્ત ભારત બનાવવું?

 | 1:20 am IST
  • Share

ઓવર વ્યૂ

અકસ્માતે પેદા થયેલ વાઇરસે પૃથ્વીને વેરવિખેર અને અવ્યસ્થિત કરી દીધી છે અને ભારત પણ તેમાં અપવાદ નથી. કમનસીબે એક કરતાં વધારે પીક સાથે આપણે ત્યાં પ્રથમ વેવ ખતમ થયો તે પછી, કે જે સમય, ગતિશીલતા, વસ્તીની ઘનતા અને સ્થળાંતર અનુસાર બદલાય છે, દલીલ કરનારા ભારતીયો હજુ પણ આ વાઇરસ સામે બળવો કરવા માંગે છે. આ એક એવો સમય છે કે જેમાં આપણે આ ખતરનાક વાઇરસ સામે એક થઇને લડવું પડશે કે જે ફ્લૂના વાઇરસની સરખામણીએ ધીમો મ્યૂટન્ટ છે પરંતુ તેના પરિણામો ખતરનાક છે. એકવાર પ્રથમ વેવ ખતમ થયો ત્યારે દરેકે વિચાર્યું હતું કે કોવિડ-૧૯ ચાલ્યો ગયો છે અને કોવિડ યોગ્ય વર્તનના પાલન અને માસ્કિંગ જેવા રક્ષકને નકારીને ખોટી રીતે ચડી ગયા હતા. ઓછા કેસીસ અને નીચા મૃત્યુઆંકના કારણે ખોટા આત્મવિશ્વાસને બળ મળ્યું હતું. અચાનક મોટા મેળાવડા થવા લાગ્યા અને વેક્સિન આવવાની સાથે લોકો રોમાંચિત થઈ ગયા. પરંતુ અત્રે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કોવિડ-૧૯ વાઇરસ સામેનું યુદ્ધ શરીરની સરખામણીએ અનેકગણું માનસિક છે. એક મજબૂત અને સ્થિતિસ્થાપક, કડક અને મક્કમ માઇન્ડસેટની જરૂર છે, બળવાખોર, બદલાની ભાવના, બેદરકારી અને બેકાળજીની જરૂર નથી. થાક કોઈ બહાનું ના હોઈ શકે અને આત્મવિશ્વાસ પણ નહીં. ભારત પાસે પૂરતા પ્રમાણમાં માસ્ક છે, જે હજુ પણ સૌથી મજબૂત વેક્સિન છે, અને ઊભરતા વેરિઅન્ટથી સ્વતંત્ર છે. બીજા વેવની શરૂઆત ખૂબ જ ચુપકીદી સાથે થઈ, દેશના કેટલાક જિલ્લાના ઓછી એક્સપોઝ થતી વસ્તીના કલસ્ટરમાં તે દેખાયો અને ત્યાંથી દેશભરમાં ઝડપથી પ્રસરી ગયો. સ્પષ્ટપણે દેખાય છે કે સેકંડ વેવમાં આપણે વધારે ટ્રાન્સમિસેબલ સ્ટ્રેન જોઈ રહ્યા છીએ, સંભવિતપણે ઓછા વાઇરલ છે. જિનોમિક સાયન્ટિસ્ટ અને પબ્લિક હેલ્થ એક્સ્પર્ટ માટે યુકે, આફ્રિકા અથવા બ્રાઝિલનો સ્ટ્રેન છે કે પછી સ્થાનિક મ્યૂટન્ટ છે તે તપાસવાની કામગીરી ચાલુ છે. પબ્લિક હેલ્થ પોલિસિંગ હજુ પણ સમાન જ રહેશે પરંતુ કોરોનાના પ્રસારના કારણે સંભવિતપણે RT-PCR ટેસ્ટિંગમાં અથવા ઇમ્યૂન એસ્કેપમાં ઘટાડો આવી શકે, લાંબાગાળે તેની ગંભીર અસરો પડી શકે અને તેને સમજવા માટે આપણને હાઇ ક્વોલિટી સાયન્સ ડેટા જનરેટ કરવાની જરૂર પડી શકે.

હાલની સેકંડ વેવની પેટર્ન અદૃશ્ય અથવા અસમાન પ્રમાણતા ધરાવતાં મોટા કલસ્ટર્સમાં કોવિડ-૧૯ કેસીસ દર્શાવે છે જે સમુદાયોમાં છે અને જેને નિયંત્રણમાં લાવવાની જરૂર છે. તાવ, સૂકો કફ, શ્વાસમાં તકલીફ અને તે સિવાયના કેટલાક ચિન્હો હજુ પણ દેખાઇ રહ્યાંછે જ્યારે ગંધ અને સ્વાદનો અભાવ, ઝાડા અને અન્ય ચોરીછૂપીથી આવી રહ્યા છે. કોવિડ-૧૯ના બદલાતા રંગ અને તેનો અણધાર્યો સ્વભાવ તેને ઓળખવો મુશ્કેલ બનાવે છે. સૌથી સરળ અને સાદો ટેસ્ટ સાદા પલ્સ ઓક્સિમીટર પર ઓક્સિજન સેચ્યુરેશનનું માપન કરવું અને છ મિનિટના વોકિંગ બાદ રીડિંગ રેકોર્ડ કરો. જો તે ૯૪ ટકાની નીચે હોય તો અથવા તો ત્રણ ટકાનો ઘટાડો દર્શાવે તો તમારે કોઈ હેલ્થ કેર સુવિધાની મદદની જરૂર છે. મોટાભાગના હળવા કેસિસમાં જાગ્રત રહેવાની જરૂર હોય છે, ખાસ કરીને બીજા સપ્તાહ દરમિયાન. કેમ કે તેમાં એકાએક હેપ્પી હાઇપોક્સિઆ મેળવે છે અને પરિસ્થિતિ વણસે છે. સ્પષ્ટપણે આપણને લોકોના જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને કોઈપણ પ્રકારનો ગભરાટ દર્શાવ્યા વગર, ડિજિટલી ઓર્ગેનાઇઝ થવું જોઈએ અથવા મેડિકલ હેલ્થ કેરનું ફિઝિકલી સુપરવિઝન થવું જોઈએ. આપણી હેલ્થ કેર સુવિધાઓએ ગંભીર કેસીસ પર ધ્યાન આપવાની જરૂર છે અને હળવા કેસીસને ટાળવા જોઈએ કે જેથી આપણે વધુને વધુ બેડ જરૂરિયાત ધરાવતા કેસીસ માટે સ્પેર કરી શકાય. કોવિડ-૧૯ કેર ગાઢ દેખરેખની બાબત છે, યોગ્ય દવા માટે યોગ્ય સમય, પ્રાણાયામ સાથે શ્વાસની કસરતો ઉપરાંત જરૂરિયાત ધરાવતાં મધ્યમથી ગંભીર કેસમાં ઓક્સિજન અને સ્ટેરોઇડના ઉપયોગનો સમાવેશ થાય છે. મોટાભાગની સારવાર જેવી કે પ્લાઝમા, રેમડેસિવિર અથવા અન્ય ક્યાંતો કારગત રહેતી નથી અથવા તો એક કે બે દિવસમાં સુધારાને આગળ ધપાવે છે, પરંતુ જીવન બચાવી શકતું નથી. દરેકેદરેક કોવિડ-૧૯ના કેસીસમાં યાદ રાખવું જોઈએ કે તે એક-બે સપ્તાહનું ટાઈમટેબલ છે અને તબીબી સલાહ અનુસાર ઓછામાં ઓછા બે સપ્તાહ કે ત્રણ સપ્તાહ સુધી આરામ કરવો જોઈએ.

કમનસીબે આપણા પર માહિતીઓનો ધોધ વહે છે કે જે સહકર્મીઓ દ્વારા સમીક્ષા કરાયેલી હોતી નથી અને તે ગેરમાર્ગે દોરી રહી છે. સાદી જીવનશૈલીના માપકો જેવા કે સમયસર જમી લેવું, ધીમેધીમે જમવું, કસરત સાથે યોગ્ય ભોજન લેવું, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને હકારાત્મક વિચારો કોવિડ-૧૯માંથી બહાર આવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. રોગચાળાના સમયમાં આપણને આપણા સ્રોતનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે કેમ કે હોસ્પિટલોની માફક આપણી લેબોરેટરીઝ અને રેડિયોલોજી સિસ્ટમ્સ પર પણ ઓવરલોડ છે. તેથી યોગ્ય સલાહ હેઠળ ટેસ્ટિંગ કરાવો અને રિપોર્ટના આધારે ગભરાટથી દૂર રહો, પણ સલાહ હેઠળ ડહાપણભરેલી કામગીરી કરો. સમય ઘણો મહત્ત્વપૂર્ણ છે તેથી ગંભીર કેસિસમાં રેડ ફ્લેગિંગ કરવામાં વિલંબ કરવો નહીં.

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝિંગના કોવિડ યોગ્ય વર્તન બાદનો નવો મંત્ર વેક્સિન છે. વેક્સિનનું પ્રાથમિક લક્ષ્ય સૌથી વધારે ભેદ્ય લોકોને મોત સામે અને ગંભીર બીમારી સામે રક્ષણ આપવાનું છે. આ તમામ પ્રથમ પેઢીની ઝડપથી તૈયાર કરવામાં આવેલી વેક્સિન છે કે જે તમામ હજુ રિસર્ચના તબક્કામાં છે. તમામ વેક્સિન સલામત છે, અપવાદરૂપે કેટલાક વિપરીત સંકેતો આપે છે જેને તમારા ડોક્ટર્સ ઓળખી લેશે. ભારત વિશ્વની વેક્સિન ફાર્મસી બની ગયું છે અને તેણે ઘરઆંગણે કેટલીક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વેક્સિન વિકસાવી છે, કેટલીક વેક્સિન હજુ ઉપલબ્ધ થઇ શકી નથી. ભારતે પોલિયો અને સ્મોલ પોક્સના રોગચાળામાં વિશ્વની આગેવાની લીધી હતી અને હવે કોવિડ-૧૯માં પણ એમ કરી રહ્યું છે. આપણને ભારતીય વિજ્ઞાન અને ટીમો પર ગર્વ હોવો જોઈએ કે જેમણે આ શક્ય બનાવ્યું છે. વેક્સિન માટેના વૈશ્વિક જોડાણમાં ભારત એક ભાગ છે અને વેક્સિનની નિકાસ કરીને વેક્સિન નેશનાલિઝમથી ઉપર ઊઠવા બદલ અભિનંદનને પાત્ર છે. આપણે તમામ ભેદ્ય જૂથોને વેક્સિન આપી દેવાની જરૂર છે, પરંતુ આપણે વેક્સિનની શિસ્ત પણ પાળવી પડશે. આપણો વેક્સિન અભિગમ માપાંકિત છે, પરંતુ ટૂંક સમયમાં વધારે ખુલ્લો અને સમાવેશક બનશે. હાલનું ફોકસ સૌથી વધારે ભેદ્ય જૂથના જીવનની રક્ષા કરવા પર છે. લોકોને વેક્સિનેટ કરવા માટે આપણે વિવિધ વ્યૂહરચનાની શોધ કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન