How to choose lip shades? Learn in one click
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • કેવી રીતે કરશો લિપ શેડ્સની પસંદગી? જાણો એક ક્લિક પર

કેવી રીતે કરશો લિપ શેડ્સની પસંદગી? જાણો એક ક્લિક પર

 | 3:06 pm IST
  • Share

મેકઓવર : શહનાઝ હુસૈન

જ્યારે પણ ક્યાંક બહાર પાર્ટીમાં જવાનું હોય અથવા મિત્રો સાથે મૂવિ કે શોપિંગ હોય કે પછી કોઈ પ્રસંગ હોય સ્ત્રીઓ હંમેશાં સજીધજીને નીકળે છે. સામાન્ય રીતે ફાઉન્ડેશન, કોમ્પેક, કાજલ અને લિપસ્ટિકથી પોતાની સુંદરતામાં વધારો કરે છે. પણ આ બધામાં લિપસ્ટિક એ આકર્ષક દેખાવમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે જો નોર્મલ મિત્રો સાથે મૂવિ જોવા કે લંચ કરવા જાવ અને તમે એકદમ ભભકાદાર કે ડાર્ક કલરની લિપસ્ટિક કરો તો ક્યારેક હાંસીને પાત્ર બનાય છે. આ કારણે ઓકેઝન પ્રમાણે લિપસ્ટિકના શેડ્સની પસંદગી કરવી જરૂરી છે. લિપસ્ટિકનો કયો શેડ્સ ક્યારે લગાવવો  તે વિશે થોડું જાણીએ.

લાઈટ પિંક લિપ શેડ્સ

લાઈટ ગુલાબી લિપસ્ટિક કોલેજિયન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ કોલેજમાં પણ આ શેડ્સ્ લગાવીને જઈ શકે છે. તેનાથી તમારા હોઠ ફૂલની પાંખડી જેવા ગુલાબી લાગશે. આ ઉપરાંત તમે મિત્રો સાથે લંચ પાર્ટી કે મૂવિ પાર્ટી દરમિયાન પણ લગાવી શકો છો. લાઈટ ગુલાબી શેડ્સ કોઈપણ ડ્રેસ સાથે મેચ થઈ જાય છે.

મેટ લિપ શેડ્સ

મેરેજ કે કોઈ પ્રસંગમાં એકદમ ક્લાસી લુક મેળવવો હોય અથવા કોઈ ઓફિસ મિટિંગ હોય તો તમે મેટ લિપ શેડ્સ પર પસંદગી ઉતારી શકો છો.

ન્યૂડ લિપ શેડ્સ

ન્યૂડ લિપ શેડ્સ એવા લોકો માટે બેસ્ટ ઓપન્સ છે જેઓને વધારે લિપસ્ટિક કરવી ગમતી ન હોય. ન્યૂડ લિપ શેડ એકદમ નેચર લાગે છે. આ પ્રકારના શેડ્સ કોલેજ તેમજ ઓફિસ પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.

હોટ પિંક લિપ શેડ્સ

નાઈટ પાર્ટી હોય, નાઈટ આઉટ હોય અથવા રાતનો કોઈ પ્રસંગ હોય તેમાં તમે હોટ પિંક લિપ શેડ્સ કરી શકો છો. આ શેડ્સની લિપસ્ટિક તમને પાર્ટીના મૂડમાં લાવી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન