how to know deadliest dangerous viruses on earth
  • Home
  • Featured
  • Photos: આ છે દુનિયાના ખતરનાક વાયરસ, જ્યારે જ્યારે આવ્યા મોતનું તાંડવ લાવ્યા

Photos: આ છે દુનિયાના ખતરનાક વાયરસ, જ્યારે જ્યારે આવ્યા મોતનું તાંડવ લાવ્યા

 | 2:18 pm IST

જ્યારે દુનિયા બની બસ ત્યારથી વાયરસથી લડી રહી છે. કેટલાક એવા વાયરસ છે જે માણસોએ બનાવ્યા છે. સાઈન્ટિફીક અમેરિકન મેગેઝિન અનુસાર ધરતી પર વૈજ્ઞાનિકોએ લગભગ 6 લાખ એવા વાયરસની શોધ કરી છે જે જાનવરોથી માણસોમાં પ્રવેશે છે. માણસો પર સતત વાયરસના હુમલાઓ થયા છે. નરી આંખે ન દેખાતા આ દુશ્મન સામે માણસ હંમેશા લાચાર બેબસ થઈ જાય છે. આજે આપણે આવા જ કેટલાક ખતરનાક વાયરસની વાત કરીશું.

Marburg Virus આ વાયરસ 1967માં શોધાયો હતો. જર્મનીની એક પ્રયોગ શાળામાં લીક થયા બાદ આ વાયરસ વાંદરાઓથી ચેપ ફેલાઇને માણસોમાં આવ્યો અને ભયાનક રીતે વકર્યો હતો. Ebola Virus 1976માં કોમ્બો અને સૂડાનમાં કેટલાક લોકો દર્દનાક મોતને ભેંટ્યા હતા. 2014માં આફ્રીકામાં આ વાયરસે ભયંકર ખુવારી કરી હતી. આજે પણ આ વાયરસ હુમલો કરી ભયાનક મોત આપે છે.

Rabies પાલતુ જાનવરોથી આવેલ આ રોગ 1920માં ભયંકર રીતે ફેલાયો હતો. HIV આધુનિક દુનિયાનો સૌથી ખતરનાક રોગ જેના ચેપમાં આવે તેનું મોત થાય જ. સમગ્ર દુનિયામાં આ રોગથી 3.20 કરોડ લોકો મોતને ભેંટ્યા છે. માનવ ઇતિહાસમાં આનાથી વધારે વાયરસથી કોઈ મોતને ભેટ્યા નથી.

Smallpox વાયરસે 30 કરોડથી વધારે લોકોનો જીવ લીધો હતો. Hantavirus આ વાયરસ ઉંદરથી ફેલાય છે. કોરીયાના યુદ્ધ દરમિયાન આ વાયરસે 3000 સૈનિક બીમાર થયા જેમાંથી 12 ટકા મોતને ભેટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન