how to make khas sharbat in summer note recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગરમીમાં લૂ લાગવાથી બચો, આ રીતે હવે ઘરે જ બનાવો ખસનું શરબત

ગરમીમાં લૂ લાગવાથી બચો, આ રીતે હવે ઘરે જ બનાવો ખસનું શરબત

 | 11:25 am IST
  • Share

ગરમીના કારણે આપણે કંઇક ઠંડુ પીવાનું વિચારી એ છીએ પરંતુ હાલ કોરોનાને કારણે આપણે બહાર જઇ શકતા નથી તો આજે અમે ખસનું શરબત ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમને લૂથી બચાવશે અને તમારી પાચન ક્રિયા સ્વસ્થ રાખશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ખસનું શરબત…

સામગ્રી

1 નાની ચમચી – ખસ એસેંસ
1 કપ – ખાંડ
દોઢ લીટર – પાણી
1 નાની ચમચી – ફૂડ કલર
1/2 નંગ – લીંબુ
1/4 ચમચી – સેટ્રિક એસિડ
1 ચમચી – ગ્લૂકોઝ
1/2 ચમટી – સંચળ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનને ગેસ પર રાખો અને તેમા પાણી ઉમેરીને એક કપ ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે મિશ્રણ ચિકણું થઇ જાય એટલે તેમા સેટ્રિક એસિડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા લિક્વિડ ગ્લૂકોઝ ઉમેરી લો ચાસણી બનીને તૈયાર છે હવે ગેસ બંધ કરી લો. ચાસણીને રૂમ ટ્રેમ્પ્રેચર પર ઠંડુ થવા માટે રાખો. ઠંડુ થવા પર તેમા ખસ એસેંસ અને ગ્રીન ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમા 4 મોટી ચમચી ખસ સિરપ, સંચળ, લીંબુ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા ખસના શરબતને ગ્લાસમાં ઉમેરી લો. હવે તેમા આઇસ ક્યૂબ ઉમેરીને ઠંડુ-ઠંડુ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન