How To make makai no rotlo gujarati Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગરમા ગરમ મકાઇના રોટલા હવે હાઇવે પરના ઢાબા પર નહીં, ઘરે બનાવો

ગરમા ગરમ મકાઇના રોટલા હવે હાઇવે પરના ઢાબા પર નહીં, ઘરે બનાવો

 | 12:33 pm IST
  • Share

મકાઇનો રોટલો એક લોકપ્રિય પંજાબી વાનગી છે. જે મકાઇના લોટથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તેને સરસોના શાક સાથે ખાવમાં આવે છે. પરંપરાગત રીતે મકાઇનો રોટલો બનાવવા માટે લૂઆને હથેળી વચ્ચે દબાવીને ચપટી રોટલા જેવો આકાર આપવામાં આવે છે અને પછી તેને શેકીને બનાવવામાં આવે છે. પરંતુ આ રોટલો બનાવવો ખૂબ મુશ્કેલ છે. પણ અમે તમારા માટે તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય બનાવાય મકાઇનો રોટલો.

 સામગ્રી

2 કપ – મકાઇનો લોટ
2 ચમચી – કોથમીર(સમારેલી)
1 મમચી – અજમો
જરૂરિયાત મુજબ – ગરમ પાણી
સ્વાદાનુસાર – મીઠું
શેકવા માટે – તેલ કે ઘી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પરાત લો તેમા મકાઇના લોટને ચાળી લો. હવે તેમા સમારેલી કોથમીર, અજમો અને મીઠું ઉમેરો. તેમા થોડૂંક ગરમ પાણી ઉમેરીને તેનો લોટ ગૂંથી લો. હવે તેને થોડાક ભાગમાં વેંચીને લોટના એક સરખા લૂઆલ બનાવી લો. હવે હવે તમારી હથેળીને પાણીથી ભીની કરો અને એક પ્લાસ્ટિકની કોથળી લો તેને બન્ને તરફથી કટ કરી તેની ઉપર તૈયાર લૂઓ રાખી લો. હવે તવાને મધ્યમ આંચ પર ગરમ કરો. તે બાદ લૂઆની ઉપર બીજી કોથળી ઢાંકીને તેને વેલનથી ગોળાકાર વણી લો. હવે તેની પરથી પ્લાસ્ટિકની કોથળી હટાવી લો અને તેને હાથમાં લઇને તવી પર શેકી લો. તેને બન્ને સાઇડથી બરાબર શેકી લો. તૈયાર છે મકાઇનો રોટલો. જેની પર તમે બટર કે ઘી લગાવીને ગરમા ગરમ સર્વ કરો. તે સિવાય મકાઇના રોટલાને બન્ને હાથની હથેળી વડે દબાઇને પણ બનાવવામાં આવે છે.

આ પણ જુઓ : શિવસેનાના ઘણા ધારાસભ્યો અમારી સાથે જોડાઈ શકે છે ભાજપ નેતા ગિરીશ મહાજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન